આઇસી15 ઇન્ડેક્સમાં 503 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) સંબંધે નિર્ણય લેવામાં નિયમનકારી વિલંબ થઈ રહ્યો હોવાથી વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં માનસ બગડ્યું છે. એની અસર તળે બુધવારે બજાર ઘટ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.30 ટકા (503 પોઇન્ટ) ઘટીને 38,161 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,664 ખૂલીને 38,747ની ઉપલી અને 38,027 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી 5-8 ટકાની રેન્જમાં સૌથી વધુ ઘટાડો પોલીગોન, યુનિસ્વોપ, સોલાના અને ડોઝકોઇનમાં આવ્યો હતો.

દરમિયાન, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે સ્ટેબલકોઇન માટેનું નિયમનકારી માળખું જાહેર કર્યું છે. બીજી બાજુ, દુબઈએ મધ્ય પૂર્વ પ્રદેશમાં અદ્યતન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેબ3 ક્ષેત્રી કંપનીઓને 90 ટકા સબસિડી સાથેનાં કોમર્શિયલ લાઇસન્સ ઓફર કરવાની શરૂઆત કરી છે.