રાજુગિરી બાપુ વિવાદના વંટોળમાં, કોળી અને ઠાકોર સમાજે માફી ફગાવી

ગુજરાતમાં ફરી એક વાર સમાજ પર નિવેદન આપવાથી વિરોધના વંટોળ ઉઠ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ પર નિવેદન આપવાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે જણીતા કથાકાર રાજુગિરી બાપુના એક નિવેદનથી કોળી ઠાકોળ સમાજમાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે.

કથાકાર રાજુગિરી બાપુની ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા. કોળી સમાજ અને ઠાકોર સામજ પર નિવેદન આપતાની સાથે કોળી અને ઠાકોર સમાજ મેદાને આવ્યો હતો.

રાજુબાપુના આ નિવેદન બાદ સ્વાભાવિક રીતે ઠાકોર અને કોળી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ઉનાના નવાબંદર પોલીસ મથકમાં રાજુબાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. વાણી વિલાસ કરનારા રાજુ બાપુએ વિવાદ વધુ વકરતા આખરે માફી માંગી લીધી. વીડિયો જાહેર કરીને રાજુ બાપુએ કહ્યું કે, કોળી-ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે.. મારો કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો નહોતો.

રાજુગિરી બાપુની માફી ફગાવી

ગત રોજ સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગીરી બાપુના નિવાસ્થાન કોળી ઠાકોર સમાજના ટોળા એકઠા થયા હતા. જેમાં કથાકાર રાજુગીરી બાપુએ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી. કોળી ઠાકોર સમાજના લોકોએ ‘રાજૂગીરી હાય હાય’ ના ઘરની બહાર નારા લગાવ્યા હતા. કોળી ઠાકોર સમાજે પાંચ વર્ષ કથા નહિ કરવાની સ્ટેજ પર સન્માન નહિ સ્વીકારવાની માંગ કરી છે.