આઇસી15 ઇન્ડેક્સ 50 પોઇન્ટ ઘટ્યો

મુંબઈીઃ ક્રીપ્ટોકરન્સી ગુરુવારે સાંકડી રેન્જમાં વધ-ઘટ પામી હતી. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 ચોવીસ કલાકના ગાળામાં 300 પોઇન્ટની રેન્જમાં રહ્યા બાદ 50 પોઇન્ટ ઘટ્યો હતો. એના ઘટકોમાંથી લાઇટકોઇન, ડોઝકોઇન, રિપલ અને યુનિસ્વોપ એકથી બે ટકાની રેન્જમાં વધ્યા હતા તથા પોલકાડોટ, અવાલાંશ, બિનાન્સ અને પોલીમેટિક એટલી જ રેન્જમાં ઘટ્યા હતા. માર્કેટનું કેપિટલાઇઝેશન 811 અબજ ડોલર રહ્યું હતું.

દરમિયાન, મેટામાસ્કે જાહેર કર્યું છે કે એ પોતાના સ્વોપ્સ ફીચર માટે સપોર્ટ ઉમેરી રહ્યું છે, જે લેયર 2 નેટવર્ક પર ઉમેરાશે. અલાસ્કાના નિયમન મુજબ પહેલી જાન્યુઆરી 2023થી વર્ચ્યુઅલ કરન્સીને નાણાકીય વ્યવહાર ગણવામાં આવશે. ડિજિટલ કરન્સીમાં વ્યવહાર કરનારી કંપનીઓએ સરકાર પાસેથી મની ટ્રાન્સમિશન લાઇસન્સ લેવું પડશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.20 ટકા (50 પોઇન્ટ) ઘટીને 24,385 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,435 ખૂલીને 24,491ની ઉપલી અને 24,201 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.