મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજી ફક્ત એક દિવસ ટકીને શુક્રવારે બજારમાં ફરીથી વેચવાલી થતાં ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.38 ટકા (478 પોઇન્ટ) ઘટીને 34,211 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,689 ખૂલીને 34,786ની ઉપલી અને 33,930 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી ચેઇનલિંક, સોલાના, યુનિસ્વોપ અને એક્સઆરપીમાં 2થી 6 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ કોઇનબેઝને નિયમનકારી મંજૂરી મળ્યા બાદ એણે કેનેડાની માર્કેટમાં કામકાજ શરૂ કર્યું છે. બીજી બાજુ, ભારતે જાહેર કર્યા મુજબ દેશની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પુરાવાની ડિજિટલ નોંધ માટે તથા કામકાજમાં પારદર્શકતા લાવવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજી વપરાશે.