આઇસી15 ઇન્ડેક્સ 111 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સમાં સાધારણ વધઘટ જોવા મળી રહી છે. ઇન્ડેક્સના ઘટકોમાંથી ડોઝકોઇન, શિબા ઇનુ અને યુનિસ્વોપના ભાવમાં 3થી 22 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ચેઇનલિંક, સોલાના અને પોલીગોનમાં 2-3 ટકાનો ઘટાડો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.02 ટ્રિલ્યન ડોલર થયું છે.

દરમિયાન, ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ રૂપીના પ્રથમ પ્રયોગની મંગળવારે 1 નવેમ્બરના રોજ શરૂઆત કરી હતી. એમાં નવ મોટી બેન્કો જોડાઈ છે. આ પ્રયોગ હેઠળ આંતરરાષ્ટ્રીય પેમેન્ટના સેટલમેન્ટને આવરી લેવામાં આવશે. બીજી બાજુ, ચીનની કેન્દ્રીય બેન્કે ડિજિટલ યુઆન સંબંધે હોંગકોંગ મોનેટરી ઓથોરિટી સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.35 ટકા (111 પોઇન્ટ) ઘટીને 31,408 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,519 ખૂલીને 31,674ની ઉપલી અને 30,555 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
31,519 પોઇન્ટ 31,674 પોઇન્ટ 30,555 પોઇન્ટ 31,408 પોઇન્ટ

ડેટાનો સમયઃ 1-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)