આઇસી15 ઇન્ડેક્સમાં 184 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટના બેંકમાર્ક ઇન્ડેક્સ આઇસી15ના ઘટકોમાંથી સોલાના, યુનિસ્વોપ, એક્સઆરપી અને પોલીગોનમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ચૂંટણી માટે આવશ્યક દાન બીટકોઈનમાં સ્વીકારવાની જાહેરાત કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.49 ટકા (184 પોઇન્ટ) ઘટીને 37,403 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,587 ખૂલીને 37,591ની ઉપલી અને 37,134 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.