મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પાછલું સપ્તાહ કોઈ યાદ રાખવા નહીં માગે, કારણ કે અનેક ટોકનના ભાવમાં દ્વિઅંકી ઘટાડો થયો હતો. રોકાણકારોએ અમુક જ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું ઉચિત માન્યું હતું. સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી–બિટકોઇન સતત આઠમા સપ્તાહે ઘટ્યો હતો. આમ, ઓગસ્ટ, 2011 પછી પહેલી વાર સૌથી લાંબા સમય માટે બિટકોઇનના ભાવ ગગડ્યા હતા. આ આખા સપ્તાહમાં સ્ટોક્સ અને ક્રિપ્ટોકરન્સીના ભાવ વચ્ચેનો સમસંબંધ તૂટ્યો હતો.
શનિવારે બિટકોઇન 0.6 ટકા ઘટીને 28,800 ડોલરના ભાવે ચાલી રહ્યો હતો અને ઈથેરિયમનો ભાવ 1.4 ટકાના ઘટાડા સાથે 1,700 ડોલર પર પહોંચ્યો છે.
અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.30 ટકા (116 પોઇન્ટ) ઘટીને 38,041 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38940 ખૂલીને 39879 સુધીની ઉપલી અને 37174 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
38157 પોઇન્ટ | 38918 પોઇન્ટ | 37194 પોઇન્ટ | 38041 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 28-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |