આઇસી15 ઇન્ડેક્સમાં વધુ બે ટકાનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વધુ ઘટાડો થયો હતો. થોડા સમય માટે સ્ટોક્સ અને ક્રીપ્ટો વચ્ચેનો સમસંબંધ તૂટ્યો હોય એમ સ્ટોક વધવા છતાં ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો થયો હતો.

અમેરિકન સ્ટોક્સમાં નીચલા મથાળેથી વધારો થયો હતો, કારણ કે રિટેલરોની કામગીરીમાં નોંધનીય સુધારો થયો છે.

ડાઉ જોન્સની સાથે તથા એસએન્ડપી500 અને નાસ્દાક સાથે સંકળાયેલા સ્ટોક્સ ફ્યુચર્સમાં વધારો થયો હતો.

બિટકોઇન આશરે 28900 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે તથા ઈથેરિયમ વધુ ઘટીને 1700 ડોલરના સ્તરે પહોંચ્યો છે. એક્સચેન્જોમાં 157 મિલ્યન ડોલરનાં ઓળિયાં સુલટાવાયાં હતાં.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2 ટકા (782 પોઇન્ટ) ઘટીને 38157 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38940 ખૂલીને 39879 સુધીની ઉપલી અને 37174 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
38940 પોઇન્ટ 39879 પોઇન્ટ 37174 પોઇન્ટ 38157  પોઇન્ટ

ડેટાનો સમયઃ 27-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)