મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.06 ટકા (24 પોઇન્ટ) ઘટીને 38,691 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,715 ખૂલીને 38,850ની ઉપલી અને 38,434 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મુખ્ય ઘટેલા કોઇન ડોઝકોઇન, સોલાના, લાઇટકોઇન અને પોલકાડોટ હતા. વધેલા કોઇનમાં યુનિસ્વોપ, પોલીગોન, ચેઇનલિંક અને એક્સઆરપી સામેલ હતા.
દરમિયાન, પ્રાપ્ત અહેવાલ અનુસાર બ્રાઝિલમાં ક્રીપ્ટોકરન્સીને લગતા ખરડામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. એ મુજબ ક્રીપ્ટોને કરવેરાના હેતુસર વિદેશી રોકાણમાં નાણાકીય એસેટ ગણવામાં આવશે. બીજી બાજુ, રિપલે નક્કી કર્યા મુજબ બેન્ક ઓફ ન્યૂ ઝીલેન્ડને એક્સઆરપી લેજર પર એની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) વિકસાવવા માટે મદદ કરવામાં આવશે.