IC15 ઇન્ડેક્સમાં ઘટાડાનો દોર જારી

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. શનિવારે બિટકોઇને પણ 40,000 ડોલરની સપાટી ગુમાવી હતી. ટ્રેડરો ડિજિટલ એસેટ્સની સાથે સાથે સ્ટોક્સમાંથી મૂડીરોકાણ ઘટાડી રહ્યા છે. તેનું મુખ્ય કારણ રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલી છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડન ભારપૂર્વક કહી રહ્યા છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન પર આક્રમણ કરવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે રશિયાએ એવો કોઈ પ્લાન નહીં હોવાની સ્પષ્ટતા કરી છે.

બિટકોઇન બે ટકા કરતાં વધુ પ્રમાણમાં ઘટીને 40,000 ડોલરની નીચે પહોંચી ગયો છે. ઉપરાંત, ઓલ્ટરનેટિવ કરન્સીઝમાં ઈથર અને સોલાના પણ 5-5 ટકા ઘટી ગયા છે.

આ સ્થિતિમાં ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.02 ટકા (1800 પોઇન્ટ) ઘટીને 57,728 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 59,528 ખૂલીને 59,691 સુધી ઊંચે અને 57,417 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
59,528 પોઇન્ટ 59,691 પોઇન્ટ 57,417 પોઇન્ટ 57,728

પોઇન્ટ

ડેટાનો સમયઃ 19-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)