વડાપ્રધાન મોદીની નવી સરકારમાં મિડલ ક્લાસને ટેક્સ છૂટની ભેટ!

નવી દિલ્હીઃ કેન્દ્રની સત્તામાં ભારે બહુમતીથી આવેલી એનડીએ સરકાર જૂલાઈમાં પૂર્ણકાલીન બજેટ રજૂ કરી શકે છે. બીજા કાર્યકાળ પહેલાં પૂર્ણ બજેટમાં સરકાર મધ્યમ આવક વર્ગને ધ્યાનમાં રાખતાં ઘણી રાહત આપવાના પ્રાવધાન કરી શકે છે.

લોકસભા ચૂંટણી પહેલા અંતરિમ બજેટ રજૂ કર્યા બાદ તત્કાલીન નાણાંપ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ તો એક ટ્રેલર છે, જ્યારે પૂર્ણ બજેટ જુલાઈમાં રજૂ થશે તો તેમાં અધ્યમ આવક વર્ગ અને નવા મિડલ ક્લાસનો ખ્યાલ રાખવામાં આવશે. હવે કેન્દ્રમાં મોદી સરકાર બીજીવાર આવી છે, સરકાર આ વાયદાને નિભાવવાનો પ્રયત્ન કરી રહી છે. નાણામંત્રાલયે પૂર્ણ બજેટને લઈને ઉદ્યોગ જગત અને અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત શરુ કરી દીધી છે.

જે ફેરફાર થઈ શકે છે તેમાં…

  1. ઈનકમ ટેક્સમાં છૂટને લઈને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર અંતરિમ બજેટમાં 5 લાખ રુપિયા સુધીની આવક પર ઈનકમ ટેક્સની છૂટ આપવામાં આવી હતી, આને ચાલુ રાખવામાં આવી શકે છે. જુલાઈમાં આવનારા પૂર્ણ બજેટમાં મધ્યમ આવક વર્ગના લોકો માટે ઈનકમ ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવી શકે છે.
  2. 50 વર્ષથી ચાલતા આવતા ઈનકમ ટેક્સ કાયદામાં બદલાવ કરવામાં આવી શકે છે. સરકારે ડાયરેક્ટ ટેક્સ વિધેયકનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે અલગ ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સ 31 મે સુધી પોતાનો રિપોર્ટ આપી શકે છે, ટાસ્ક ફોર્સની ભલામણોને બજેટમાં લાગૂ કરવામાં આવી શકે છે.
  3. આધારને કેવાઈસી માટે લાગૂ કરવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આધારનો પ્રયોગ, બેંક ખાતા અને મોબાઈલ સિમ સહિત ઘણી નાણાકિય અને ગેરનાણાકિય લેવડ-દેવડ માટે અનિવાર્ય નહોતું રહી ગયું. ત્યારબાદ સરકાર એક વિધેયક લઈને આવી હતી. આમાં આધારનો પ્રયોગ કેવાઈસી માટે કરવા માટે પ્રાવધાન છે. અત્યારે વિધેયક લોકસભામાં પાસ થઈ ગયું છે અને રાજ્યસભામાં લંબિત છે.
  4. નોટબંધી બાદ નરેન્દ્ર મોદીની ગત સરકારે કાળાધન પર મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી. આના માટે ટેક્સ કાયદામાં ઘણા બદલાવ કરવામાં આવ્યા હતા. હવે સરકાર બેંકમાંથી પૈસા કાઢવા માટેની મર્યાદા જેવા ઘણા પ્રાવધાન કરવામાં આવી શકે છે.
  5. સીનિયર સિટીઝન માટે શરુ કરવામાં આવેલી પેન્શન યોજનાની સમય-સીમા વર્ષ 2020થી વધારીને 2024 સુધી કરવામાં આવી શકે છે. PMVVY યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિક વાર્ષિક 15 લાખ રુપિયા સુધીનું રોકાણ કરી શકે છે.
  6. પીએમ આવાસ યોજના અંતર્ગત હોમલોન પર મળનારી સબસિડી યોજનાને પણ મોદી સરકાર આવતા પાંચ વર્ષ માટે વધારી શકે છે. કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સપ્ટેમ્બર 2017 સુધી PMAY નો લાભ દેશના શહેરી વિસ્તારના 3.4 લાખ લોકોને મળ્યો હતો.7. દેશમાં નાણાનો ઉપયોગ ઓછામાં ઓછો કરવા માટે મોદી સરકારે પહેલા ઘણા પ્રાવધાન કર્યા હતા. ડિજિટલ પેમેન્ટને વેગ આપવાનો આ પ્રયત્ન આગળ પણ ચાલુ રહી શકે છે. આરબીઆઈએ તાજેતરમાં જ કહ્યું છે કે તે ડિજિટલ પેમેન્ટના મામલે ગ્રાહકોની સુરક્ષા માટે કેટલાક નવા પ્રાવધાન જલદી જ લાવશે.
  7. દેશમાં નાણાંનો ઉપયોગ ઓછામાં ઓછો કરવા માટે મોદી સરકારે પહેલા ઘણા પ્રાવધાન કર્યા હતા. ડિજિટલ પેમેન્ટને વેગ આપવાનો આ પ્રયત્ન આગળ પણ ચાલુ રહી શકે છે. આરબીઆઈએ તાજેતરમાં જ કહ્યું છે કે તે ડિજિટલ પેમેન્ટના મામલે ગ્રાહકોની સુરક્ષા માટે કેટલાક નવા પ્રાવધાન જલદી જ લાવશે.
  8. એક ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા અંતરિમ બજેટમાં પાંચ લાખ સુધીની આવક પર ઈનકમ ટેક્સની છૂટ આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40 થી વધારીને 50,000 રુપિયા કરી દેવામાં આવી છે. આ પ્રકારના પ્રાવધાનોને પૂર્ણ બજેટમાં ચાલુ રાખવામાં આવી શકે છે.