મુંબઈઃ રિયાલિટી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની હિરાનંદાની ગ્રુપ ટેક્નોલોજી-આધારિત ગ્રાહક સેવાઓના બિઝનેસમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે. એ માટે આ ગ્રુપ રૂ. 1,000 કરોડનું મૂડીરોકાણ કરશે. નવી કંપનીને ‘તેઝ પ્લેટફોર્મ્સ’ નામ આપવામાં આવ્યું છે. તે સોશ્યલ મિડિયા, મનોરંજન, ગેમિંગ અને ઈ-સ્પોર્ટ્સ, ઈ-કોમર્સ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેન-સંકલિત સોલ્યૂશન્સ જેવા બિઝનેસમાં ઝુકાવશે. કંપની આ પહેલાં ડેટા સેન્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવા બિઝનેસ ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકી છે. હવે તે ગ્રાહકોને નવા યુગની સેવાઓ પૂરી પાડવા માટે પોતાનું વિસ્તરણ કરશે.
હિરાનંદાની ગ્રુપના સીઈઓ દર્શન હિરાનંદાનીએ કહ્યું છે કે તેઝ પ્લેટફોર્મ્સ કંપની નાણાકીય વર્ષ 2022માં 250થી વધારે કર્મચારીઓને રોકવા ધારે છે.
(તસવીર સૌજન્યઃ @hiranandanigrp)