નવી દિલ્હીઃ સૌનું હાથવગું સર્ચ એન્જિન બુધવારે 25 વર્ષનું થયું છે અને ડૂડલ દ્વારા એ 25મા વર્ષનો જન્મદિન ઊજવી રહ્યું છે. આ ખાસ દિવસે ગૂગલે બહુ ખાસ ડૂડલ બનાવ્યું છે. ઇન્ટરનેટ સર્ચ એન્જિન તરીકે ગૂગલ વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. વ્યક્તિને કોઈ પણ માહિતી જોઈતી હોય તો તે ગૂગલ દ્વારા સર્ચ કરે છે. ગૂગલ પાસે લગભગ દરેક સવાલનો જવાબ મળી જાય છે.
ગૂગલની શોધ વર્ષ 1998માં સપ્ટેમ્બર મહિનામાં કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ લેરી પેજ અને સર્ગેઇ બ્રિને (Sergey Brin and Larry Page) કરી હતી. જોકે તેમણે સત્તાવાર લોન્ચ કરીને આનું પહેલાં નામ બેકરબ (Backrub) રાખ્યું હતું. જે પછી ગૂગલ કરી દીધું હતું.
ગૂગલે કહે છે કે હવે અમે વોટ્સએપ પર પણ છીએ. એમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 1998 પછી ઘણુંબધું બદલાઈ ચૂક્યું છે. જેમ આજે ડૂડલ જોઈ શકાય છે. જોકે ગૂગલનું મિશન હંમેશાં એક જ રહ્યું છે – વિશ્વની માહિતીની વ્યવસ્થિત કરવી અને એને એને સુલબ અને ઉપયોગી બનાવવી. વિશ્વભરના અબજો લોકો સર્ચ કરવા, જોડાવા, કામ કરવા, રમવા અને ઘણુંબધું સર્ચ કરવા માટે ગૂગલનો ઉપયોગ કરે છે.
Happy 25th birthday @Google! 🎂 Thanks to everyone who uses our products and challenges us to keep innovating and to all Googlers! pic.twitter.com/bO3cI0DgvZ
— Sundar Pichai (@sundarpichai) September 27, 2023
ગૂગલનો ઇતિહાસ
ગૂગલની સ્થાપના ડોક્ટરેટ વિદ્યાર્થીઓ સર્ગેઇ બ્રિન અને લેરી પેજ દ્વારા કરવામાં આવી હતીસ, જે 90ના દાયકાના અંતમાં સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના કોમ્યુટર સાયન્સના કાર્યક્રમમાં મળ્યા હતા. બંનેનો દ્રષ્ટિકોણ એક જેવો હતો. તેઓ વર્લ્ડ વાઇડ વેબને વધુ સુલભ બનાવવા માગતા હતા. ગૂગલની સ્થાપના ચોથી સપ્ટેમ્બર, 1998એ થઈ હતી અને 27 સપ્ટેમ્બર, 1998એ Google Inc. સત્તાવાર રીતે પેદા થઈ હતી.