નવી દિલ્હીઃ વાડિયા ગ્રુપની ઘરેલુ કંપની ગો ફર્સ્ટે મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ વોલેન્ટરી ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન (સ્વૈચ્છિક નાદારી સમાધાન) પ્રોસિંડગ્સ માટે અરજી કરી છે. કંપનીના CEO કૌશિક ખોનાએ એની માહિતી આપી હતી. મંગળવારે આ પહેલાં 3-4એ ઉડાન ભરનારી ફ્લાઇટ્સને રદ કરવાની જાહેરાત કરી હતી.
નાણાકીય કંડની અછતથી ઝઝૂમી રહેલી કંપનીની મુસીબતો વધી ગઈ છે. કંપનીના CEOના જણાવ્યા મુજબ નાદાર સમાધાન પ્રક્રિયા માટે NCLTમાં અરજી કરી છે. તેમણે કહ્યું હતું કે પ્રેટ એન્ડ વ્હિટની (P&W) દ્વારા એન્જિનોનો પુરવઠો પૂરો નહીં કરવામાં આવતાં એરલાઇનના અડધાથી વધુ 28 વિમાનોને ઊભા કરી દીધા હતા.
રિપોર્ટ અનુસાર ખોનાએ કહ્યું હતું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે, પણ કંપનીનાં હિતોની રક્ષા કરવાનાં હતાં. એરલાઇને સરકારને ઘટનાક્રમ વિશે સૂચિત કરી હતી અને DGCAએ આ વિશે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. આ પહેલાં એરલાઇને ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બાકી લેણાંને કારણે 3-4 મેએ ફ્લાઇટ્સ રદ કરવાની ઘોષણા કરી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એરલાઇનની વર્કિંગ કેપિટલ પર ગંભીર અસર પડી હતી. ફંડને અછત સૌશી મોટું કારણ છે. ગો ફર્સ્ટના એરબસ A320 નિયો વિમાનોમાં પ્રેટ એન્ડ વ્હિટની પાસેથી એન્જિનોનો ઉપયોગ કરવામાં આવે છે. વાડિયા ગ્રુપની કંપની પાસે 31 માર્ચ સુધી 30 વિમાન હતાં, જેમાં નવ વિમાનનું ભાડું ચૂકવવાનું બાકી હતું. એરલાઇનની વેબસાઇટ પાસે કંપની પાસે કુલ 61 વિમાન છે, જેમાં 56 વિમાન A320 neos અને પાંચ A320ceos વિમાન છે. કંપનીને એ વ્યૂહાત્મક રોકાણકારની જરૂર છે, જેની તલાશ જારી છે.
