મુંબઈઃ હાલના સમયમાં કેટલાય પ્રકારની બેન્કિંગ સુવિધાઓ છે, જેના ઉપયોગ મોટા ભાગે દરેક ગ્રાહક કરે છે અને એના માટે ગ્રાહકોથી પૈસા વસૂલવામાં આવે છે. જોકે એના વિશે બહુ ઓછા લોકોને માલૂમ હશે, SMS સુવિધા, મિનિમમ બેલેન્સ, ATM અને ચેકનો ઉપયોગ સુધી- બેન્ક તમારી પાસેથી પૈસા વસૂલે છે, પણ હવે ગ્રાહકોને પોતાના પૈસા જમા કરવા અને ઉપાડ કરવા માટે પણ ફી ચૂકવવી પડશે.
બેન્ક ઓફ બરોડાએ એની શરૂઆત કરી દીધી છે. બેન્ક ઓફ ઇન્ડિયા, PNB, એક્સિસ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક આના પર ટૂંક સમયમાં નિર્ણય કરશે. આગામી મહિને એટલે કે નવેમ્બર, 2020થી નક્કી કરેલી મર્યાદાથી વધુ બેન્કિંગ કરવા પર ગ્રાહકોએ અલગથી ચાર્જ ચૂકવવો પડશે.
બેન્ક ઓફ બરોડાએ ચાલુ ખાતા, કેશ ક્રેડિટ લિમિટ અને ઓવરડ્રાફ્ટ અકાઉન્ટમાં જમા-ઉપાડના અલગ અને બચત ખાતાથી જમા-ઉપાડના અલગ-અલગ ચાર્જ નિર્ધારિત કર્યા છે. લોન અકાઉન્ટ માટે મહિનામાં ત્રણ વાર પછી જેટલી વાર ખાતામાં પૈસા ઉપાડવામાં આવશે તેની પર દરેક વખતે રૂ. 150 આપવા પડશે. બચત ખાતામાં ત્રણ વાર સુધી જમા કરાવવાનું મફત છે, પણ ચોથી વાર જમા કરવા પર રૂ. 40 આપવા પડશે. સિનિયર સિટિઝનોને પણ બેન્કોએ કોઈ રાહત નથી આપી.
આ રીતે ખિસ્સાં ખાલી
CC, ચાલુ અને ઓવરડ્રાફ્ટ ખાતાઓ માટે 1 એક દિવસમાં રૂ. એક લાખ સુધી જમા કરવા પર નિઃશુલ્ક 2રૂ. એક લાખથી વધુ હોવા પર રૂ. 1000 દીઠ એક રૂપિયો ચાર્જ (ન્યૂનતમ રૂ. 50 અને મહત્તમ રૂ. 20,000) 3 એક મહિનામાં ત્રણ વાર પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં 4 ચોથી વાર રૂ. 150 પ્રત્યેક ઉપાડ પર બચત ખાતાના ગ્રાહકો માટે 1 ત્રણ વાર સુધી જમા કરવા પર કોઈ ચાર્જ નહીં 2 ચોથી વારથી પ્રત્યેક વખતે રૂ. 40 ચાર્જ 3 મહિનામાં ત્રણ વાર ખાતામાંથી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં 4 ચોથી વારથી પૈસા ઉપાડવા પર પ્રત્યેક વખતે રૂ. 100નો ચાર્જ 5 સિનિયર સિટિઝનોને કોઈ રાહત નહીં, તેમણે પણ ચાર્જ ચૂકવવો પડશે. 6 જનધન ખાતાધારકોને જમા કરવા પર કોકઈ ચાર્જ નહીં આપવો પડે, પણ ઉપાડ પર રૂ. 100 આપવા પડશે. |
બેન્કોએ નુકસાનની ભરપાઈ કરવા માટે ગ્રાહકો પર એવા-એવા ચાર્જ લગાવી દીધા છે, જે પહેલાં ક્યારેય નહોતા લેવામાં આવ્યા. ફોલિયો ચાર્જને નામે બેન્કોને મોટી કમાણી થાય છે. 25-30 વર્ષ પહેલાં ગ્રાહકોની લેવડદેવડની વિગતો બેન્ક રજિસ્ટર્ડમાં નોંધતી હતી, જેને ફોલિયો કહેવામાં આવતો હતો. એ વખતે હાથથી ફોલિયો પર એક-એક રકમ નોંધવામાં આવતી હતી. ત્યારે બેન્ક ગ્રાહકોથી ફોલિયો ચાર્જ વસૂલતી હતી. પછી ચેક રિજેક્ટ થાય તો પણ બેન્ક પ્રોસેસિંગ ચાર્જને નામે કેટલીક રકમ વસૂલતી હતી.
1 લેજર ફોલિયો ચાર્જઃ 200 પ્રતિ પેજ ( કોઈ પણ પ્રકારની લોન પર સીસી અથવા ઓડી પર વસૂલવામાં આવતો હતો.
2 ચેકબુક ચાર્જઃ રૂ. ત્રણથી રૂ. પાંચ પ્રતિ ચેકબુક (બીજી ચેકબુક પર) 3 કોઈ પણ કારણથી ચેક રિટર્ન થાય તો રૂ. 225. 4 ચાર્જ નાની લોન પરઃ મહત્તમ રૂ. 15,000 સુધી |