ફેવિકોલે અમેરિકાની એરલડાઇટનો બિઝનેસ 2100 કરોડમાં ખરીદ્યો

મુંબઈઃ ફેવિકોલ ફેવીકવિક જેવી એધેસિવ બ્રાન્ડની મુંબઈસ્થિત ઉત્પાદક પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકા સ્થિત હંટ્સમેન ગ્રુપની સાથે ભારતીય સબસિડિયરી હન્ટ્સમેન એડવાન્સ્ડ મટીરિયલ્સ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (HAMSPL)ને હસ્તગત કરવા પર સમજૂતી કરાર કર્યા છે, આ હસ્તાંતરણથી સ્થાનિક એધેસિવ માર્કેટમાં કંપનીની લીડરશિપની પોઝિશન બની છે. કંપનીના બોર્ડે 28 ઓક્ટોબરે યોજાયેલી મીટિંગમાં હન્ટ્સમેન ગ્રુપની સબસિડિયરી કંપનીનો 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે મંજૂરી આપી છે. આ સોદો વર્કિંગ કેપિટલ અને અન્ય આપ-લે સિવાય આશરે રૂ. 2100 કરોડમાં રોકડમાં થવાની શક્યતા છે, જોકે આ આ વ્યવહાર જરૂરી મંજૂરીઓને આધીન રહેશે, એમ કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું.

HAMSPL કંપની ભારતમાં એધેસિવ્ઝનું, એરલડાઇટ મશહૂર બ્રાન્ડ હેઠળ સીલન્ટ્સ અને અન્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. 2019ના કેલેન્ડર વર્ષમાં કંપનીની બિઝનેસ રેવન્યુ આશરે રૂ. 400 કરોડ હતી. કંપની દ્વારા હસ્તગત કરવામાં આવેલી HAMSPL કંપનીનો સબકોન્ટિનેન્ટ બિઝનેસ પણ સામેલ છે, જેમાં મધ્ય-પૂર્વ, આફ્રિકા અને આસિયાન દેશો માટેનું એક ટ્રેડમાર્ક લાઇસન્સ પણ સામેલ છે.

હન્ટ્સમેન ગ્રુપ વિવિધ ઓર્ગેનિક કેમિકલ્સ પ્રોડેક્ટ્સની વૈશ્વિક ઉત્પાદક છે. સમજૂતી કરાર હેઠળ હન્ટ્સમેન 90 ટકા રોકડ પ્રાપ્ત કરશે, જેમાં 18 મહિનાની અંદર એક કમાણી હેઠળના આશરે 10 ટકા અને 2019ના વેચાણની આવક પ્રાપ્ત કરશે, આ સોદો આવતા એક સપ્તાહમાં પૂરો થવાની શક્યતા છે.

HAMSPL એક રાષ્ટ્રવ્યાપી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે અને રિટલમાં એક મજબૂત હાજરી ધરાવે છે. એરલડાઇટ એક આઇકોનિક બ્રાન્ડ છે અને ભારતમાં ઈપોક્સી એધેસિવ્ઝમાં એક માર્કેટ લીડર છે. અમે હન્ટસમેન ગ્રુપ દ્વારા આપવામાં આવેલા ટેકા માટે આભારી છીએ અને અમને વિશ્વાસ છે કે અમારી સાથેનો સહયોગ ભવિષ્યમાં પણ મજબૂત રહેશે, એમ હસ્તાંતરણ પર ટિપ્પણી કરતાં કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અપૂર્વ પારેખે કહ્યું હતું.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભારત પુરીએ વધુમાં ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ એરલડાઇટના હસ્તાંતરણથી પિડિલાઇટ એધેસિવ્ઝ અને સિલન્ટ બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો મજબૂત બનશે અને અમારો રિટેલ પોર્ટફોલિયો માટે એ કોમ્પિમેન્ટ્સ રહેશે. અમને વિશ્વાસ છે કે આ હસ્તાંતરણથી નોંધપાત્ર આવક અને પડતર ખર્ચ ઓછો થથે અને શેરહોલ્ડરોના મૂલ્યમાં વધારો થશે. અમે HAMSPLની ટીમ અને પિડિલાઇટ ફેમિલીના બિઝનેસ ભાગીદારોનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે તત્પર છે, એમ તેમણે કહ્યું હતું.