IT કંપનીઓની નોકરીઓમાં ઘટાડાનો ટ્રેન્ડઃ કુલ 64,000 ઘટ્યા

નવી દિલ્હીઃ દિગ્ગજ IT કંપનીઓમાં નોકરીઓ ઘટી રહી છે. વિપ્રોમાં કર્મચારીઓની સંખ્યા માર્ચ ત્રિમાસિકમાં 6180 ઘટી ગઈ છે. આ સતત છઠ્ઠો ત્રિમાસિક ગાળો છે. વાર્ષિક આધારે નાણાં વર્ષ 2024માં વિપ્રોના કર્મચારીઓની સંખ્યા 24,516 ઓછી થઈ છે. માર્ચ ત્રિમાસિકના અંતે કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 2,34,054 થઈ છે.

આ પહેલાં ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) જેવી કંપનીઓ કર્મચારીઓના ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. TCSના કર્મચારીઓની સંખ્યા નાણાં વર્ષ 2024માં 13,249 ઘટી ગઈ હતી, જ્યારે ઇન્ફોસિસમાં કર્મચારીઓની સંખ્યા 25,994નો ઘટાડો થયો હતો. ત્રિમાસિક ધોરણે TCSમાં 1759 કર્મચારીઓ ઓછા થયા હતા. ઇન્ફોસિસે 5423 કર્મચારીઓ ગુમાવ્યા હતા.

IT કંપનીઓ માર્જિન વધારવા માટે કર્મચારીઓના યુટિલાઇઝેશનને સારું કરવા ભારે અને એટ્રિશન રેટને ઓછો કરવા પર ભાર આપી રહી છે. વિપ્રોનો એટ્રિશન રેટ 14.2 ટકા સપાટ રહ્યો હતો. કર્મચારીએ સ્વેચ્છાએ રાજીનામું આપવાના દરને એટ્રિશન રેટ કહે છે.

વિપ્રોએ નાણાં વર્ષ 2024માં કેટલાક બીજા પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. એ સાથે ટોચના મેનેજમેન્ટના 10 ટકાથી વધુ કર્મચારીઓએ માત્ર 2023માં કંપની છોડી દીધી હતી.

બીજી બાજુ, ઇન્ફોસિસે  2023-24માં 25,994 કર્મચારીઓ ઘટાડ્યા હતા. આ સાથે કંપનીના કર્મચારીઓની સંખ્યા ઘટીને ગયા વર્ષથી 7.5 ટકા ઘટીને 3,17,240 રહી છે. IT ક્ષેત્રમાં ત્રણ IT કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં કુલ 63,759નો ઘટાડો કર્યો હતો.