ઓસ્ટિન (ટેક્સાસ): અમેરિકાની ઓટોમોટિવ અને ક્લીન એનર્જી ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ટેસ્લાના સ્થાપક અને સીઈઓ ઈલોન મસ્કે કંપનીના કર્મચારીઓને મહેતલ આપી છે કે તેઓ કામ કરવા માટે ઓફિસમાં પાછાં ફરો અથવા રાજીનામું આપી દો. મસ્કે એમને એમ પણ કહ્યું છે કે જો તમે કંપનીની નીતિ સાથે સહમત ન હો તો તમારે કોઈ બીજી જગ્યાએ કામ કરતા હોય એવો દેખાડો કરવો જોઈએ.
અમેરિકન ન્યૂઝ વેબસાઈટ ઈલેક્ટ્રેકના અહેવાલ મુજબ, મસ્કે કર્મચારીઓને શ્રેણીબદ્ધ ઈમેલ મોકલ્યા છે અને એમને કહ્યું છે કે તેઓ કામ કરવા માટે ઓફિસે પાછા ફરે નહીં તો એમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. જે કોઈ કર્મચારી દૂરના સ્થળેથી કામ કરવા ઈચ્છતા હોય તેમણે દર અઠવાડિયે ઓછામાં ઓછા (મારા કહેવાનો મતલબ છે ઓછામાં ઓછા) 40 કલાક ઓફિસમાં હાજર રહેવું જ પડશે, નહીં તો એમને ટેસ્લામાંથી કાઢી મૂકવામાં આવશે. ફેક્ટરીના કર્મચારીઓને અમે આનાથી વધારે કશું કહેવા માગતા નથી.
