આઇસી15 ઇન્ડેક્સમાં 2,436 પોઇન્ટનું ગાબડું

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી ઘસારો શરૂ થયો છે. ગુરુવારે બિટકોઇન ફરી એક વાર 30,000 ડોલરની સપાટીની નીચે ઉતરી ગયો હતો.

ફેડરલ રિઝર્વ આર્થિક રાહતની નીતિ બંધ કરી રહી છે. તેણે 9 ટ્રિલ્યન ડોલરની બેલેન્સમાં જૂન મહિનાથી શરૂ કરીને દર મહિને 45 બિલ્યન ડોલરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હોવાથી સ્ટોક્સ અને ક્રીપ્ટો એસેટ્સમાં રોકાણ કરવાનું ઘટી ગયું છે. આગામી મહિનાઓમાં 95 બિલ્યન ડોલર દર મહિને ઘટાડવાનું પણ જાહેર થયું છે.

અમેરિકન સ્ટોક માર્કેટના ત્રણ મુખ્ય ઇન્ડેક્સ ગુરુવારે ઘટાડો થવાના સંકેતો આપી રહ્યા છે. આગામી સમયમાં આર્થિક વંટોળ આવવાની ચેતવણી જેપી મોર્ગનના સીઈઓ જેમી ડાઇમને આપી હોવાથી રોકાણકારો સાવચેત થઈ ગયા છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.82 ટકા (2,436 પોઇન્ટ) ઘટીને 39,389 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 41,825 ખૂલીને 42,281 સુધીની ઉપલી અને 38,508 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
41,825 પોઇન્ટ 42,281 પોઇન્ટ 38,508 પોઇન્ટ 39,389 પોઇન્ટ

ડેટાનો સમયઃ 2-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)