BSE એસએમઈ પ્લેટફોર્મ પર 317મી કંપની ચંદ્ર ભગત ફાર્મા લિસ્ટ થઈ

મુંબઈ, તા. 14 ફેબ્રુઆરી, 2020ઃ આજે ચંદ્ર ભગત ફાર્મા લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થયેલી 317મી કંપની બની હતી.

ચંદ્ર ભગત ફાર્માએ રૂ.10ની મૂળ કિંમતના 20 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.51ના ભાવે ઓફર કર્યા હતા અને તેના દ્વારા રૂ.10.20 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ સંપન્ન થયો હતો.

ચંદ્ર ભગત ફાર્મા મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે.

કંપનીનું મુખ્ય કામકાજ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન અને પ્રોડક્ટ્સનું પોતાના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને વેચાણકર્તાઓ મારફત પોતાની માલિકીની બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરવાનું છે. મુખ્યત્વે ઈન્જેક્શન્સ અને ઈન્ટ્રામસ્ક્યુલર, ડ્રાય સિરપ, ટેબ્લેટ્સ અને કેપ્સુલ્સનું ઉત્પાદન કોન્ટ્રેક્ટ ધોરણે કરવાનું, જેનેરિક ફોર્મ્યુલેશન્સ અને દવાઓ સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ આદિની હોસ્પિટલો અને ડિસ્ટ્રિબ્યુટર્સને પૂરી પાડવાનું કામકાજ કંપની કરે છે. એ સિવાય કંપની સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈન્ટરમીડિયેટ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રેડિયન્ટ્સનું કામકાજ કરે છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 317 કંપનીઓ લિસ્ટેડ છે, જેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન અત્યારે રૂ.18,072.26 કરોડ છે. આ ક્ષેત્રે બીએસઈ 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે