17 મી ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

ગાંધીનગરઃ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતીઓ (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું શિખર સંમેલન 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યજમાન તરીકે ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર ૧૯૮૩ થી સ્થળાંતરીત વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંમેલન (સીએમએસ)સાથે કરારબદ્ધ છે. ભારત સરકાર આ સ્થળાંતરીત દરિયાઈ જાતિઓ/પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરાઇ છે. જે માટે સાત જાતિઓ જેમકે ડુગોંગ, વ્હેલ શાર્ક, સમુદ્રી કાચબો (બે પ્રજાતિઓ)ની ઓળખ કરાઇ છે.

તા. ૧૭ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ સંમેલનમાં ભારતમાં વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે ચર્ચા કરવા ભવિષ્યની રણનીતિઓ તૈયાર કરવા વિચાર વિમર્શ કરાશે. સીએમએસસીઓપી-૧૩નું આયોજન એ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ શિખર સંમેલનમાં ૧૩૦ દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ ભાગ લેશે.

તા.૧૫ અને ૧૬ મી ફેબ્રુઆરીએ આ શિખર સંમેલનમાં વિવિધ વિષયો જેવા કે  સ્ટેકહોલ્ડર સંવાદ, ઉચ્ચ-સ્તરની સેગમેન્ટ મીટિંગ અને ચેમ્પિયન નાઇટ એવોર્ડ સહિતના સમારોહ યોજશે. તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સુધી સાઇડ ઇવેન્ટ્સ અને વર્કિંગ ગ્રુપની બેઠકો થશે. આ સાથે જ, ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રદર્શન ક્ષેત્રમાં વન્યપ્રાણી સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદર્શિત કરશે.

ભારતમાં યોજાનારા આ શિખર સંમેલનની “સ્થાનાંતરિત પ્રજાતિઓ પૃથ્વીને જોડે છે અને અમે તેમનું તેમના ઘરમાં સ્વાગત કરીએ છીએ’’ તેવી થીમ આધારીત આ સમિટનો લોગો દક્ષિણ ભારતના પરંપરાગત આર્ટફોર્મ‘ કોલામ ’થી પ્રેરિત છે. આ લોગોમાં, કોલામ આર્ટ ફોર્મનો ઉપયોગ ભારતમાં અમુર ફાલ્કન, હમ્પબેક વ્હેલ અને દરિયાઇ કાચબા જેવી મુખ્ય સ્થળાંતર પ્રજાતિઓને દર્શાવવા માટે કરવામાં આવે છે.

આ શિખર સંમેલનમાં “ગિબી – ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ” માટેનો મેસ્કોટ છે જે એક ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિ છે, જેને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અંતર્ગત સર્વોચ્ચ સંરક્ષણનો દરજ્જો આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (સીએએફ) જે આર્કટીક અને ભારતીય મહાસાગરો વચ્ચેના ક્ષેત્રને આવરી લેતા મુખ્ય પક્ષી છે. તેઓ ભારતનો પણ એક ભાગ છે. અહીં ઓછામાં ઓછા ૨૭૯ની વસ્તીમાંથી ૧૮૨ સ્થળાંતરીત પ્રજાતિઓને આવરી લેવામાં આવી છે. જેમાં ૨૯ વૈશ્વિક સ્તરે જોખમી જાહેર થયેલી જાતિઓ પણ છે.

યજમાન તરીકે, બેઠક બાદના સમયગાળા દરમિયાન ભારતને પ્રમુખ તરીકે ઘોષિત કરવામાં આવશે. સી.ઓ.પી.ના પ્રમુખ પદને રાજકીય નેતૃત્વ પ્રદાન કરવાનું અને સકારાત્મક પરિણામોની આપવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે સંમેલનના ઉદ્દેશોને આગળ ધપાવશે છે, જેમાં પાર્ટીઓનાં સમ્મેલન દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવો અને નિર્ણયોના અમલીકરણ માટેના પ્રયત્નોનો સમાવેશ થાય છે.

ખોરાક, સૂર્યપ્રકાશ, તાપમાન, આબોહવા વગેરે જેવા વિવિધ પરિબળોને લીધે જુદા જુદા સમય દરમિયાન જંગલી પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં મૂળ નિવાસસ્થાનથી અન્ય સ્થળ વચ્ચેનું સ્થળાંતર અથવા હિલચાલ કેટલીક વાર હજારો કિલોમીટર / માઇલ સુધી હોય છે.સ્થળાંતર રૂટમાં સામાન્ય રીતે માળખાની સાઇટ્સ, સંવર્ધન સાઇટ્સ, જરૂરિયાત મુજબના ખોરાકની ઉપલબ્ધતા અને દરેક સ્થળાંતર પહેલાં અને પછી યોગ્ય રહેઠાણની ઉપલબ્ધતા હોવી જરૂરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]