નવી દિલ્હીઃ CBIએ યુકો બેન્કના માધ્યમથી આશરે રૂ. 820 કરોડની હેરાફેરી મામલે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 67 સ્થળે દરોડા પાડ્યા હતા. આ આખો મામલો IMPS એટલે કે ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનો દ્વારા હેરફેર સાથે જોડાયેલો છે. બેન્કે આ સંબંધમાં CBIમાં ગયા વર્ષે ફરિયાદ કરી હતી.
વાસ્તવમાં યુકો બેન્કનાં વિવિધ એકાઉન્ટથી આશરે રૂ. 820 કરોડના સંદિગ્ધ IMPS ટ્રાન્ઝેક્શન થયા છે. બેન્કમાં આ સંદિગ્ધ IMPS વ્યવહારો 10 નવેમ્બરથી 13 નવેમ્બર, 2023ની વચ્ચે થયા છે. ફરિયાદ મુજબ સાત પ્રાઇવેટ બેન્કના 14,600 એકાઉન્ટહોલ્ડર્સે ખોટી રીતે UCO બેન્કના 41,000 એકાઉન્ટ હોલ્ડર્સના એકાઉન્ટ્સમાં IMPS ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ મામલામાં મૂળ ખાતામાંથી કોઈ પૈસા ડેબિટ નહોતા થયા, પણ બેન્કના 41,000 અકાઉન્ટસમાં કુલ રૂ. 820 કરોડ ક્રેડિટ થયા હતા. એમાંથી મોટા ભાગના ખાતેદારોએ અલગ-અલગ બેન્કિંગ ચેનલ્સ દ્વારા બેન્કમાંથી પૈસા કાઢીને બહુ લાભ ઉઠાવ્યો હતો.
આ પહેલાં કેસની તપાસ માટે CBIએ ડિસેમ્બર, 2023માં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારે ખાનગી બેન્કહોલ્ડર્સ અને યુકો બેન્કના અધિકારીઓએ કોલકાતા અને મેંગલુરુમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ ક્રમમાં છઠ્ઠી માર્ચે CBIએ રાજસ્થાનના જોધપુર અને જયપુરમાં મહારાષ્ટ્રના ઝાલોર, નાગપુર, બાડમેર, ફલોદી અને પુણેમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં બેન્કના અને IDFC બેન્કથી જોડાયેલા 130 સંદિગ્ધ દસ્તાવેજો અને 43 ડિજિટલ ડિવાઇસને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. એમાં 40 મોબાઇલ ફોન, બે હાર્ડ ડિસ્ક, એક ઇન્ટરનેટ ડોંગલ સામેલ છે. એજન્સીએ 30 સંદિગ્ધ લોકોની તપાસ પણ કરી હતી.