મુંબઈઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચેની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન યોજના માટે મુંબઈ શહેર ઉપરાંત પડોશના પાલઘર અને થાણે જિલ્લાઓમાં આડે આવતા આશરે 20 હજાર મેનગ્રોવ ઝાડ કાપી નાખવાની મુંબઈ હાઈકોર્ટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનને આજે મંજૂરી આપી છે.
મેનગ્રોવ ઝાડ કાપવાની મંજૂરી આપવા માટે NHSRCL દ્વારા નોંધાવેલી અરજી પર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ અભય આહુજાની વિભાગીય બેન્ચે પરવાનગી આપી છે. 2018માં હાઈકોર્ટે સમગ્ર મહારાષ્ટ્રમાં મેનગ્રોવ ઝાડને કાપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એ પછી જ્યારે પણ કોઈ જાહેર યોજના માટે એવા ઝાડ કાપવાની અત્યંત જરૂર પડે તો સત્તાવાળોએ હાઈકોર્ટ પાસે પરવાનગી માગવી એવો ઓર્ડર કર્યો હતો.