આઇસી15 ઇન્ડેક્સ 693 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં આવશ્યક રિકવરી જોવા મળી છે. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે 693 પોઇન્ટ વધ્યો હતો. એના મુખ્ય ઘટકોમાંથી ઈથેરિયમ, લાઇટકોઇન, પોલીગોન અને ટ્રોન બેથી ચાર ટકાની રેન્જમાં વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 860 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું.

યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન રિશી સુનકે કહ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ મેનેજરો માટે કરવેરાના લાભ આપવામાં આવશે અને એમાં ક્રીપ્ટો એસેટ્સને પણ આવરી લેવાશે.

દરમિયાન, અમેરિકામાં સાંસદોએ ક્રીપ્ટકરન્સીના માઇનિંગને લીધે વીજળીના વપરાશ અને પર્યાવરણ પર થનારી અસરનો અભ્યાસ કરાવવા માટેનો ખરડો રજૂ કર્યો છે. જો આ ખરડો પસાર થશે તો દેશની પર્યાવરણના રક્ષણ માટેની એજન્સી આ બાબતે તપાસ કરશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.75 ટકા (693 પોઇન્ટ) વધીને 25,875 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,182 ખૂલીને 25,980 પોઇન્ટની ઉપલી અને 25,045 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.