બજેટ 2023: બજેટમાં સતત વધી રહી છે મૂડી ખર્ચની ફાળવણી

અમદાવાદઃ સરકારના પાછલાં વર્ષોમાં કેપિટલ એક્સપેન્ડિચર મામલે વલણમાં મોટો ફેરફાર આવ્યો છે. સરાકેર કોરોના રોગચાળો શરૂ થયા પછી સરકારે બજેટમાં મૂડી ખર્ચ માટેની ફાળવણીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એનું કાસ કરાણ રહ્યું છે, પણ એક વાત નક્કી છે કે એનાથી અર્થતંત્રને બહુ લાભ થયો છે. જ્યારે અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપના અર્થતંત્ર પર મંદીનું જોખમ ઝળૂંબી રહ્યું છે, ત્યારે ભારતીય અર્થતંત્રનો વિકાસ વિશ્વમાં સૌથી વધુ છે. આશા છે કે આગામી બજેટમાં પણ મૂડી ખર્ચ પર સરકારનું ધ્યાન કેન્દ્રિત રહેશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.

સરકારે બજેટ 2022માં મૂડી ખર્ચ માટે રૂ. 7.5 લાખ કરોડની ફાળવણી કરી હતી. જે એક વર્ષ પહેલાંની ફાળવણીની તુલનાએ 24 ટકા વધુ છે. એ વર્ષ 2019-20ની ફાળવણીની સરખામણીએ વધુ છે. વાર્ષિક ધોરણે મૂડી ખર્ચમાં 41 ટકા વધારો જોવા મળ્યો હતો. એ 2014-15ના બજેટની તુલનાએ સૌથી મોટો ઉછાળો હતો. છેલ્લાં નવ વર્ષમાં માત્ર 2017-18ના બજેટમાં કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ)માં જોવા મળ્યો હતો. એથી સ્પષ્ટ છે કે સરકાર આર્થિક ગ્રોથને ટેકો આપવા માટે મૂડી ખર્ચમાં સતત વધારો કરવાના પ્રયાસ કરી રહી છે.  

છેલ્લા બજેટમાં સરકાર કુલ ખર્ચમાં મૂડી ખર્ચનો હિસ્સો 19.02 ટકા હતો. એ નાણાં વર્ષ 2021-22માં બજેટ 15.99 ટકાની તુલનાએ સારો ગ્રોથ છે. આ પહેલાં અનેક વર્ષો સુધી સરકારના કુલ ખર્ચમાં મૂડી ખર્ચનો ગ્રોથ બહુ સુસ્ત હતો.