ડિજિટલ રૂપીના યુઝર્સની સંખ્યા 50,000નો આંક વટાવી ગઈ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બે ટકાની રેન્જમાં રહ્યો હતો. એના વધેલા મુખ્ય કોઇન ઈથેરિયમ અને શિબા ઇનુ સામેલ હતા. મુખ્ય ઘટેલા કોઇન કાર્ડાનો, લાઇટકોઇન, પોલીગોન અને ટ્રોન હતા. બિટકોઇન ઘણા દિવસો પછી 17,000 ડોલરની ઉપર ટ્રેડ થયો હતો. માર્કેટનું કેપિટલાઇઝેશન 853 અબજ ડોલર થયું હતું.

દરમિયાન, ભારતની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના યુઝર્સની સંખ્યા 50,000 કરતાં વધારે થઈ ગઈ છે. એમાં કુલ આશરે 64 લાખ રૂપિયાના વ્યવહારો થયા છે. ફ્રાન્સની ફાઇનાન્શિયલ માર્કેટ્સ ઓથોરિટી ક્રીપ્ટોકરન્સીના બિઝનેસને ઝડપથી લાઇસન્સ આપવાનું આયોજન ધરાવે છે. હોંગકોંગને પ્રાદેશિક ક્રીપ્ટોકરન્સી કેન્દ્ર બનાવવા માટેની દિશામાં કાર્ય ઝડપી બન્યું છે. બીજી બાજુ નાઇજિરિયાની સરકારે સરકારી ખાતાંમાંથી આગામી પહેલી માર્ચથી તમામ રોકડ ઉપાડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દેશમાં ડિજિટલ નાઇરાનો સફળ અમલ થયો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.05 ટકા (14 પોઇન્ટ) વધીને 25,844 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,830 ખૂલીને 26,108ની ઉપલી અને 25,523 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]