
સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સોવરિન વેલ્થ ફંડો દ્વારા કરવામાં આવતા રોકાણને સંપૂર્ણપણે કરમુક્ત રાખવાની જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશમાં વધુ રોકાણ આવે એવો આ જાહેરાત પાછળનો ઉદ્દેશ્ય છે.
નાણા પ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યા મુજબ સોવરિન વેલ્થ ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય નોટિફાઇડ ક્ષેત્રોમાં 31 માર્ચ 2024 પહેલાં કરેલા રોકાણ સંબંધે વ્યાજ, ડિવિડંડ અને કેપિટલ ગેઇન્સ એ બધી આવક સંપૂર્ણપણે કરમુક્ત મળશે. જોકે, તેના માટે તેમણે એ રોકાણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રાખી મૂકવું પડશે.
