સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજે ઘટેલા ભાવ…

નવી દિલ્હીઃ સોનાની કીંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે. એચડીએફસી સિક્યુરિટીઝ અનુસાર, મંગળવારના રોજ 101 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાથી હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કીંમત 39,213 રુપિયા પર પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં વેચવાલી અને રુપિયામાં મજબૂતીના કારણે સોનાની કીંમતમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ 39,314 રુપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.  

સોનાની સાથે ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે. ચાંદીમાં 29 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાના કારણે ચાંદીની કીંમત 47,587 રુપિયા થઈ ગઈ છે. સોમવારના રોજ ચાંદી 47,612 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો, સોનું ન્યૂયોર્કમાં ઘટાડા સાથે 1505 ડોલર પ્રતિ ઓંસ પર અને ચાંદી 18.04 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]