મહારાષ્ટ્રઃ શિવસેનાએ મોહન ભાગવત, નીતિન ગડકરીને હસ્તક્ષેપ કરવા માંગ કરી…

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજનૈતિક નાટક વચ્ચે શિવસેનાના એક ટોચના નેતાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસેથી ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા તણાવનું સમાધાન લાવવા ભલામણ કરી છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતને પણ પત્ર લખીને મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.તિવારીએ કહ્યું કે, અમે માંગ કરી છે કે ભાજપા સીનિયર નેતા અને મંત્રી નીતિન ગડકરીને શિવસેના સાથે વાતચિતનું કામ સોંપે. અમને વિશ્વાસ છે કે તેઓ ન માત્ર ગઠબંધન ધર્મનું સન્માન કરશે પરંતુ બે કલાકની અંદર સ્થિતીનું સમાધાન પણ લાવશે. તેમણે દાવો કર્યો કે આ રુકાવટ પાર કરી લેવામાં આવે તો શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને પહેલા 30 મહિના માટે મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે અને પછી બચેલા કાર્યકાળ માટે ભાજપા નિર્ણય કરી શકે છે કે તેને પીએમ પદ પર કોને બેસાડવા છે.

તિવારીએ કહ્યું કે, ભાજપા અને શિવસેનાના મૂડ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કામ કરવાની પદ્ધતીને જોતા એ યોગ્ય નથી કે કોઈ અનુભવી રાજનેતા, જેવાકે ગડકરીને મહારાષ્ટ્રમાં બંન્ને ગઠબંધન સહયોગીઓ સાથે હિંદુત્વ અને વિકાસ એજન્ડાને પૂરો કરવા માટે મોકલવામાં આવે. આરએસએસે આ મામલે કોઈ જવાબ તો ન આપ્યો પરંતુ તેના મુખપત્ર તરુણ ભારતના સંપાદકીયમાં શિવસેના સાંસદ અજય રાઉતને ખોટા, પિશાચ, જોકર અને શેખ ચલ્લી પણ ગણાવી દીધા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]