બેઝોસ વિ અંબાણીઃ ચુકાદાની રિટેલ ઉદ્યોગ પર સકારાત્મક અસર  

નવી દિલ્હીઃ કિશોર બિયાનીની ફ્યુચર રિટેલ અને મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલની વચ્ચે 3.4 અબજ ડોલરના સોદામાં દેશની સુપ્રીમ કોર્ટે અમેરિકી ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેથી દેશના રિટેલ ઉદ્યોગમાં એની સકારાત્મક અસર પડશે, પણ હજી ચોક્કસપણે કંઈ ન કહી શકાય, એમ રિટેલ ઉદ્યોગના દિગ્ગજોનો દાવો છે.

આ ચુકાદાથી અમને આશા છે કે હજારો નોકરીઓ, વિવિધ સપ્લાયર્સની ચુકવણી અને બેન્કો રિટેલ કંપનીઓને આપેલાં નાણાંની પુનઃચુકવણી (લોનની ચુકવણી) માટે એ ચુકાદો સારો છે. એક ઇન્ડસ્ટ્રીરૂપે અમે વેપારમાં સાત્યતા અને રિટેલિંગ ઇન્ડસ્ટ્રી માટે એ તણાવમુક્ત છે, એમ રિટેલર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના CEO કુમાર રાજગોપાલને કહ્યું હતું.

બંને કંપનીઓ વચ્ચેનો સોદો અટક્યો એ કેટલાય લોકો માટે આશ્ચર્યની વાત છે, કેમ કે સુપ્રીમે સિંગાપુર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરનો ચુકાદો યથાવત્ રાખ્યો છે, એ અંબાણી માટે રિટેલ માર્કેટ પર પ્રભુત્વ જમાવવાની મહત્ત્વાકાંક્ષાને એક આંચકા સમાન હતો.

એમેઝોનનો હસ્તક્ષેપ આશ્ચર્યજનક નથી, કેમ કે એમેઝોન દેશમાં એક મોટી ઈ-રિટલ તરીકે હાજરી ધરાવે છે.

એમેઝોન અનેફ્યુચર-રિલાયન્સની કાનૂની લડાઈનું પૂર્ણ સ્વરૂપે બહાર નથી આવ્યું, રિટેલર્સને લાગે છે એની અસર ઉદ્યોગ દ્વારા અનુભવવામાં આવશે. કોર્ટના ચુકાદા પછી ફ્યુચર રિટેલના શેરની કિંમત આશરે 10 ટકા ઘટીને રૂ. 52એ પર આવી ગઈ હતી.

ઓગસ્ટ, 2020માં ફ્યુચર રિટેલે રિલાયન્સ ઇન્ડ.ની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલને એનો રિટેલ અને હોલસેલ બિઝનેસ, સુપરમાર્કેટ ચેઇન. ફૂડ સપ્લાય યુનિટ, કપડાં માર્કેટ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ યુનિટ વેચવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]