પતંજલિના વૃદ્ધિ દરમાં થયો ઘટાડો, આ છે કારણ…

નવી દિલ્હીઃ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનો ગ્રોથ છેલ્લા એક વર્ષમાં ઘટ્યો છે. જો કે અન્ય કંપનીઓએ નેચરલ અને હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરી હોવાથી પતંજલિ આયુર્વેદનો ગ્રોથ ઘટ્યો છે. કેન્ટોર વર્લ્ડપેનલ ડેટાના તાજેતરના આંકડા અનુસાર, પતંજલિનું કદ ઓક્ટોબરથી માર્ચ 2018 સુધીમાં 7 ટકા વધ્યું હતું. જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર 2017 સુધી આ ટકાવારી 22% હતી. ગયા વર્ષે સમાન સમયગાળાની સરખામણીમાં આ 52 ટકા અને 49 ટકા ઓછો છે, જે મુખ્ય ડ્રોપ છે.

ગત અઠવાડિયે ક્રેડિટ સૂઇસે પોતાની રિપોર્ટમાં કહ્યું હતું કે, નાણાકિય વર્ષ 2018માં પતંજલિની સેલ્સ ગ્રોથમાં 4 વર્ષમાં વૃદ્ધિ થઇ નથી. આ પહેલાંના નાણાકીય વર્ષ સુધી કંપની 100% સીએજીઆરથી ગ્રોથ હાંસલ કરી રહી હતી. જોકે, ક્રેડીટ સૂઇસે પતંજલિની એક્ચૂઅલ સેલ્સ અને ગ્રોથને લઇ કોઇ આંકડો આપ્યો નથી. પતંજલિના પ્રવક્તા એ.કે તિરાજાવાલાએ જણાવ્યું કે,’એફએમસીજી સેક્ટરમાં પતંજલિ સૌથી વધારે હલચલ મચાવનારી કંપની રહી છે. હવે માર્કેટમાં આ બ્રાન્ડ સ્થાપિત થઇ ગઇ છે. અમારા માર્કેટ શેરમાં વૃદ્ધિ થઇ રહી છે.

તિરાજાવાલાએ જણાવ્યું કે અમે બીજી તરફ એફએમસીજી કંપનીઓ વિષે ગ્રોથ મેળવી રહ્યા છીએ. અને’પતંજલિએ ગત કેટલાક જ વર્ષમાં ગ્રાહક ફેસિંગ આયુર્વેદિક બિઝનેસને ઉભો કર્યો છે. અમે સ્થાપિત મલ્ટિનેશનલ બ્રાન્ડસને તમામ કેટેગરીમાં પડકાર આપ્યો છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]