અમદાવાદઃ અમેરિકાની બે અગ્રણી ટેક કંપનીઓ ગૂગલ અને માઇક્રોસોફ્ટને ઓક્ટોબર-ડિસેમ્બરમાં જેટલો નફો થયો એટલો નફો એપલે કમાઈ લીધો છે. પાછલા ત્રિમાસિકમાં એપલે રૂ. 1.58 લાખ કરોડનો નફો કર્યો હતો. આ કોઈ પણ અમેરિકી કંપનીનો અત્યાર સુધીનો સૌથી મોટો નફો છે. પાછલા ત્રિમાસિકમાં માઇક્રોસોફ્ટનો નફો રૂ. 82,890 કરોડ અને ગૂગલનો નફો રૂ. 75,641 કરોડ હતો. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડની તુલનાએ નફો સાડા 13 ગણો છે. ડિસેમ્બરમાં રિલાયન્સનો રૂ. 11,640 કરોડનો નફો હતો.
એપલનો ત્રિમાસિક નફો રિલાયન્સના વર્ષભરના નફાથી સાડાત્રણ ગણો
રિલાયન્સે પહેલા, બીજા ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં નફો રૂ. 10,363 કરોડ,રૂ. 10,104 કરોડ, 12,262 કરોડ અને 11,640 કરોડ થયો હતો.
એપલનું માર્કેટ કેપ વિશ્વના બીજા ક્રમાંકે છે.
કંપની-દેશ | માર્કેટ કેપ (રૂપિયામાં) |
સાઉદી અરામકો (સાઉદી આરબ) | 126 લાખ કરોડ |
એપલ (અમેરિકા) | 101 લાખ કરોડ |
માઇક્રોસોફ્ટ (અમેરિકા) | 99 લાખ કરોડ |
એમેઝોન (અમેરિકા) | 73 લાખ કરોડ |
આલ્ફાબેટ (અમેરિકા) | 72 લાખ કરોડ |
એપલનું એમ કેપ રિલાયન્સથી 14 ગણું છે.
માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની ટોચની પાંચ કંપનીઓ
કંપની | માર્કેટ કેપ (રૂપિયામાં) |
રિલાયન્સ ઇન્ડ. | 9 લાખ કરોડ |
ટીસીએસ | 8 લાખ કરોડ |
એચડીએફસી | 6.80 લાખ કરોડ |
એચયુએલ | 4.67 લાખ કરોડ |
એચડીએફસી | 4.16 |
*શુક્રવારે બજાર બંધ થયા બાદને આધારે
એપલનો ત્રિમાસિક નફો ગૂગલ અને માઇક્રોસોફ્ટના કુલ નફા જેટલો રિલાયન્સની તુલનાએ 13 ગણો વધુ છે.
એપલની 2019ની કમાણી રૂ. 6.5 લાખ કરોડઃ રૂ. ચાર લાખ કરોડના આઇફોન વેચ્યા
એપલે વર્ષ 2019માં ઘણી સુંદર કામગીરી નોંધાવી છે, જેથી એપલના ફેન્સ ખરેખર રાજીના રેડ જશે, કેમ કે છેલ્લા કેટલાંક વર્ષોની તુલનાએ એપલે વર્ષ 2019માં નોંધપાત્ર કમાણી કરી છે. વર્ષ 2019માં એપલના સ્માર્ટફોનમાં સૌથી સુંદર કેમેરાને લીધે કંપનીના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે એપલે ઓવરઓલ 91.8 કરોડ ડોલરની આવક પર 22.2 કરોડ ડોલરનો નફો કર્યો હતો. કંપનીએ રૂ. ચાર લાખ કરોડના આઇફોનનું વેચાણ કર્યું હતું. વર્ષ 2019માં કંપનીએ રૂ. 6.5 લાખ કરોડની કમાણી કરી હતી.