મુંબઈઃ અમૂલ તથા મધર ડેરી બ્રાન્ડે એમનાં દૂધનો પ્રતિ લીટર ભાવ બે રૂપિયા વધારવાનો નિર્ણય લીધો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને તેની અમૂલ બ્રાન્ડ હેઠળનાં અમૂલ ગોલ્ડ, શક્તિ, તાઝા બ્રાન્ડના દૂધનો ભાવ પ્રતિ લીટર બે રૂપિયા વધારવાનો નિર્ણય લીધો છે. નવો ભાવ આવતીકાલ, 17 ઓગસ્ટથી અમલમાં આવશે.
મધર ડેરીનું દૂધ પણ મોંઘું
દરમિયાન, દિલ્હી સહિત અનેક શહેરોમાં અગ્રગણ્ય દૂધ સપ્લાયર મધર ડેરીએ પણ તેનાં દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયા વધારી દીધા છે. તેનો નવો ભાવ આવતીકાલથી અમલમાં આવશે. કંપનીએ ગયા માર્ચમાં દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયા વધાર્યા હતા. દૂધ પ્રાપ્તિ તથા અન્ય ઈન્પૂટ ખર્ચ વધી જવાથી પ્રતિ લીટર દૂધનો ભાવ વધારવો પડ્યો છે એવું તેણે કહ્યું છે.