એમેઝોનની CCIને રિલાયન્સ-ફ્યુચર સોદાની મંજૂરી રદ કરવા અરજ

નવી દિલ્હીઃ દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ને પત્ર લખીને રિલાયન્સ-ફ્યુચરના 3.4 અબજ ડોલરના સોદાને આપવામાં આવેલી મંજૂરી રદ કરવા માટે આગ્રહ કર્યો છે. એમેઝોને આરોપ લગાવ્યો હતો કે આ સોદો ગેરકાયદે સમજૂતી છે. ગયા સપ્તાહે પંચને મોકલેલા પત્રમાં જણાવ્યા મુજબ આ સોદો કાયદાની દ્રષ્ટિએ શૂન્ય છે, કેમ કે આર્બિટ્રેટરનો આદેશ એ સમયે પણ લાગુ હતો. એમેઝોને લખેલા પત્રમાં આદેશને કાયદાને ચાતરવાનો બેશરમ પ્રયાસ જણાવ્યો હતો. કંપનીએ આ મામલો ઉકેલવા માટે CCIને વ્યક્તિગત સુનાવણી કરવા માટે કહ્યું હતું. આ પત્ર એવા સમયે સામે આવ્યો છે, જ્યારે એમેઝોન પણ આરોપોનો સામનો કરી રહી છે, કેમ તે ફ્યુચર ગ્રુપની સાથે 2019ના સોદા માટે એન્ટિટ્રસ્ટ ક્લિયરન્સની માગ કરતાં કંપનીએ પુરાવાનો ખોટી રીતે રજૂ કર્યા હતા અને માહિતી છુપાવી હતી.

રિલાયન્સ-ફ્યુચર ગ્રુપ સોદો ઓગસ્ટ, 2020માં કરવામાં આવ્યો હતો, જે પછી એમેઝોને સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં આ સોદાને પડકાર્યો હતો, જેમાં ગયા વર્ષે કંપની આ કેસ જીતી ગઈ હતી. વળી, કંપનીએ ફ્યુચર ગ્રુપે આ કોન્ટ્રેક્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ મૂક્યો હતો. કંપનીનો હેતુ રિલાયન્સ સહિત કંપનીઓને એસેટ્સ વેચવા માટે અટકાવાનો હતો. આ સાથે સ્ટોક એક્સચેન્જોને એક નોટિસમાં FRLએ કહ્યું હતું કે CCIને એમેઝોનના અહંકારને કારણ જાણ કરી હતી અને કંપની કાયદા અનુસાર એમેઝોનની સામે શો કોઝ નોટિસ પર કાર્યવાહી કરશે.

FRLએ કહ્યું હતું કે 24 નવેમ્બરે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે એમેઝોને એમ કહેતાં સુનાવણી અટકાવવો પ્રયાસ કર્યો હતો કે કંપનીએ 16 નવેમ્બરે દિલ્હી હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલી આદેશની સામે સુપ્રીમ કોર્ટમાં ખાસ અરજી દાખલ કરી છે.