મુંબઈઃ અમેરિકાના શેરબજારની જેમ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે વૃદ્ધિ જોવા મળી હતી. ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી આશાને પગલે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. બિટકોઇન 21,700 ડોલરની આસપાસ પહોંચ્યો છે.
Photo by Kanchanara on Unsplash
એસએન્ડપી 500ને સંલગ્ન ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં 0.8 ટકા અને નાસ્દાક ફ્યુચર્સમાં 0.9 ટકાનો વધારો થયો હતો. અનેક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે અમેરિકામાં મંદીનું જોખમ વધી રહ્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.27 ટકા (713 પોઇન્ટ) વધીને 32,018 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,306 ખૂલીને 32,179ની ઉપલી અને 31,116 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,306 પોઇન્ટ | 32,179 પોઇન્ટ | 31,116 પોઇન્ટ | 32,018 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 25-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
