મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાંથી ઉપાડ થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે, જેને પગલે માર્કેટ કેપિટલ 920 અબજ ડોલરની નીચે પહોંચી ગયું છે. અમેરિકામાં આ ગુરુવારે ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં ક્રીપ્ટો માર્કેટમાં સાવચેતીનું વલણ અપનાવાયું છે.
આઇસી15 ઇન્ડેક્સના તમામ 15 કોઇન્સના ભાવ ઘટ્યા છે. એક્સઆરપીમાં 6 ટકા કરતાં વધુનો ઘટાડો થયો છે. બિટકોઇનની વોલેટિલિટી ડિસેમ્બર 2020 પછીના સૌથી નીચલા સ્તરે છે.
નોંધનીય છે કે ક્રીપ્ટો એક્સચેન્જ ઓપરેટર કોઇનબેઝને એશિયામાં વિસ્તરણ કરવા માટેનો માર્ગ મળી ગયો છે. મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે એને ડિજિટલ પેમેન્ટ ટોકન લાઇસન્સ આપી દીધું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.78 ટકા (500 પોઇન્ટ) ઘટીને 27,521 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,022 ખૂલીને 28,212ની ઉપલી અને 27,247 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
28,022 પોઇન્ટ | 28,212 પોઇન્ટ | 27,247 પોઇન્ટ | 27,521 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 11-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
