ટાટાની ઝોયા સ્ટોર્સની સંખ્યા ત્રણ ગણી કરવાની યોજના

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની આભૂષણોની પાંખ દેશમાં 2027 સુધીમાં ઝોયા- બ્રાન્ડેડ સ્ટોરોને ત્રણ ગણા કરવાનો અંદાજ છે. ટાઇટન કંપનીના જ્વેલરી ડિઝાઇનના મુખ્ય અધિકારી અજય ચાવલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દેશમાં લક્ઝરી ચીજવસ્તુઓની બહુ માગ છે અને હાઇ નેટવર્થ મૂલ્યવાળી ચીજવસ્તુઓની માગ હજી વિસ્તૃત થવાની શક્યતા છે, જેથી આ લક્ઝરી માટે માત્ર એક શરૂઆત છે.દેશની સૌથી મોટી કંપની ટાઇટન આવકના 90 ટકા ઘરેણાંના વેચાણથી અને બાકીના ઘડિયાળો, આઈવેર અને પર્ફ્યુમ્સમાંથી રળે છે. કંપની પાસે ચાર જ્વેલરી બ્રાંડ છે, જેમાં મુખ્ય તનિષ્ક, વર્કિંગ વુમન માટે મિયા, ઓનલાઇન સેલ પોર્ટલ કેરટલેન અને ઝોયા- જેનો ઉદ્દેશ શ્રીમંત ગ્રાહકોને આકર્ષવાનો છે.

આગામી પાંચ વર્ષોમાં ઝોયા સ્ટોર્સની સંખ્યા 15 કરવા માટે પ્રતિ બુટિક આશરે રૂ. 30 કરોડ (3.64 મિલિયન ડોલર) ખર્ચવાના રહેશે. બ્રાંડની આવક કોરોના રોગચાળા પહેલાંના વેચાણના આંકડાથી પાંચ ગણા થઈ ગયા છે અને કંપનીએ હાલ આ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે, એમ તેમણે કહ્યું હતું.

ભારત પહેલાંથી ઘરેણાંમાં ઉપયોગ થનારા સોના માટે વિશ્વનું સૌથી મોટુ બજાર છે અને હાલમાં માગમાં ઘટાડો થવાની સંભાવના નથી, એમ નાઇટ એન્ડ ફ્રેન્કનો રિપોર્ટ કહે છે, જેમાં વર્ષ 2021માં ત્રણ કરોડ ડોલર કે એનાથી વધુની સંપત્તિવાળા અલ્ટ્રા-હાઇ નેટવર્થવાળા લોકોની સંખ્યા 11 ટકા વધી રહી છે.આ આંકડો 2026માં આશરે 39 ટકા વધવાની અપેક્ષા છે, જ્યારે કમસે કમ એક મિલિયન ડોલરની સંપત્તિવાળી વ્યક્તિઓ પાંચ વર્ષમાં આશરે 77 ટકા વધવાનો અંદાજ છે.