મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના લગભગ તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી બીએનબી, પોલકાડોટ, અવાલાંશ અને પોલીગોનમાં 2થી 4 ટકાનો ઘટાડો થયો હતો. એકમાત્ર લાઇટકોઇન 0.73 ટકા વધ્યો હતો.
દરમિયાન, નાઇજિરિયાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને લાઇસન્સ ધરાવતાં ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જો પર ઈક્વિટી, પ્રોપર્ટી અને ડેટનો આધાર ધરાવતા ટોકનાઇઝ્ડ કોઇન ઓફરિંગને પરવાનગી આપવાનું વિચાર્યું છે. બીજી બાજુ, બેન્ક ઓફ મોરિશિયસના ગવર્નરે જાહેર કર્યું છે કે મોરિશિયસ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી લોન્ચ કરવાનું વિચારી રહી છે. એનો પ્રયોગ નવેમ્બરથી શરૂ થશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.21 ટકા (468 પોઇન્ટ) ઘટીને 38,396 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,864 ખૂલીને 38,933ની ઉપલી અને 38,135 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.