મુંબઈઃ અમેરિકામાં રોજગારના આંકડા જાહેર થવા પૂર્વે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિ જોવા મળી હતી. અમેરિકન સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા હતા, પરંતુ યુરોપમાં શેરબજાર વધ્યું તેની સકારાત્મક અસર ક્રીપ્ટો માર્કેટ પર થઈ છે. બિટકોઇન 20,000 ડોલરની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
યુરોપિયન સ્ટોક્સ શુક્રવારે વધ્યા હતા. સૌથી વધુ વૃદ્ધિ જર્મનીમાં થઈ હતી. અમેરિકામાં ડાઉ જોન્સ અને એસએન્ડપી 500ના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ફ્લેટ રહ્યા હતા.
અમેરિકામાં ઓગસ્ટ મહિનાના રોજગારના આંકડા જાહેર થવાના છે. કેટલાક અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે જુલાઈના 5,28,000ની સામે ઓગસ્ટમાં ફક્ત 3,18,000 રોજગારનું સર્જન થયું હોવાની ધારણા છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.43 ટકા (422 પોઇન્ટ)ની વૃદ્ધિ સાથે 29,755 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,328 ખૂલીને 30,047ની ઉપલી અને 28,822 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,328 પોઇન્ટ | 30,047 પોઇન્ટ | 28,822 પોઇન્ટ | 29,755 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 2-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |