મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે નફો અંકે કરવાના વલણને લીધે ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના મોટાભાગના કોઇનના ભાવમાં ઘટાડો થયો હતો, જેમાં લાઇટકોઇન, કાર્ડાનો, શિબા ઇનુ અને પોલીગોન 3થી 5 ટકા ઘટાડા સાથે મુખ્ય હતા. યુનિસ્વોપ અને ડોઝકોઇનમાં અનુક્રમે 4.16 ટકા અને 0.14 ટકાનો ઘટાડો થયો હતો.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડે ક્રીપ્ટો ઉદ્યોગ માટે કડક નિયમો ઘડવાની ભલામણ કરી છે. ગ્રાહકોની એસેટ્સનું રક્ષણ કરવાની દૃષ્ટિએ આ ભલામણ કરવામાં આવી છે. બીજી બાજુ, ઇન્ડોનેશિયાની કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ સુપરવાઇઝરી એજન્સીએ કહ્યું છે કે દેશમાં આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરનું એક્સચેન્જ સ્થાપવામાં આવશે અને ક્રીપ્ટોકરન્સીના તમામ વ્યવહારો ફક્ત એ એક્સચેન્જના માધ્યમથી કરવામાં આવશે.
૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.84 ટકા (339 પોઇન્ટ) ઘટીને 39,881 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,220 ખૂલીને 41,442ની ઉપલી અને 39,787 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.