મુંબઈઃ નકલી મોબાઈલ સીમ કાર્ડ્સના એક મોટા કૌભાંડનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યા બાદ કેન્દ્ર સરકાર સંચાલિત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)એ સપાટો બોલાવ્યો છે અને મુંબઈ શહેરમાં 30,000 નકલી સીમ કાર્ડને ડીએક્ટિવેટ કરી નાખ્યા છે.
ટેલિફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ આ સીમ કાર્ડ ઈશ્યૂ કર્યા હતા. મુંબઈસ્થિત DoT કાર્યાલયે તે કાર્ડ્સની ચકાસણી કરી હતી. એમાંના 62 ગ્રુપ તેણે ઓળખી કાઢ્યા હતા નામ જુદા જુદા હતા, પણ ઈમેજિસ સરખી જ હતી. એવા એક જ ગ્રુપમાં 50 કે તેથી વધારે ધારકો હતા. 62 ગ્રુપમાં 8,200થી વધારે ધારકોને ઓળખી કાઢવામાં આવ્યા હતા.