આઇસી15 ઇન્ડેક્સ 504 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે વેચવાલીને કારણે ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી અવાલાંશ, સોલાના, પોલકાડોટ અને પોલીગોન 1થી 3 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.

દરમિયાન, જી-7 રાષ્ટ્રસમૂહ ક્રીપ્ટો ઉદ્યોગના નિયમનની દિશામાં આગળ વધી રહ્યો છે. આ દેશોના નાણાપ્રધાનો અને કેન્દ્રીય બેન્કોના ગવર્નરો નિયમનના મુદ્દે ચર્ચા કરવા માટે જી-7ની શિખર મંત્રણા થવા પહેલાં ભેગા થવાના છે. બીજી બાજુ, યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના નાણાપ્રધાનોએ માર્કેટ્સ ઇન ક્રીપ્ટો એસેટ્સ રુલ્સને માન્યતા આપી છે. આમ, સમગ્ર વિશ્વમાં ક્રીપ્ટો માટે લાઇસન્સિંગ સિસ્ટમ લાવવામાં આ દેશોએ પહેલ કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.32 ટકા (504 પોઇન્ટ) ઘટીને 37,565 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,069 ખૂલીને 38,302ની ઉપલી અને 37,529 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.