મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે વોલેટિલિટી રહી હતી, પણ એકંદરે ઘટાડાનું વલણ હતું. માર્કેટનું બેન્ચમાર્ક ઇન્ડેક્સ આઇસી 15,236 પોઇન્ટ ઘટ્યો હતો. એના ઘટકોમાંથી સોલાના, ઈથેરિયમ, ચેઇનલિંક અને કાર્ડાનોમાં 1થી 3 ટકાનો ઘટાડો થયો હતો. માત્ર શિબા ઇનુ અને ડોઝકોઇન વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 839 અબજ ડોલર થયું હતું.
દરમિયાન, ન્યૂ યોર્કની ફેડરલ રિઝર્વ બૅન્ક તથા અન્ય મોટી બેન્કોએ ડિજિટલ ડોલરનું પ્રતિનિધિત્વ કરનારા ડિજિટલ ટોકનના ઉપયોગની ચકાસણીની શરૂઆત કરી છે. સંસ્થાકીય સ્તરે ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવાની દિશામાં તેઓ આગળ વધી રહી છે.
એફટીએક્સે નાદારી નોંધાવી એ ઘટનાની એટલી મોટી અસર થઈ છે કે ક્રીપ્ટો ટ્રેડર્સ હવે ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ તરફ વળ્યા છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.94 ટકા (236 પોઇન્ટ) વધીને 24,921 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,157 ખૂલીને 25,664ની ઉપલી અને 24,807 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
25,157 પોઇન્ટ | 25,664 પોઇન્ટ | 24,807 પોઇન્ટ | 24,921 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 16-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |