ત્રીજા ત્રિમાસિકગાળાનો જીડીપી ગ્રોથ વધીને 7.2 ટકા આવ્યો

નવી દિલ્હી- નાણાકીય વર્ષ 2017-18ના ત્રીજા ત્રિમાસિકગાળામાં જીડીપી ગ્રોથ વધીને 7.2 ટકા આવ્યો છે. હવે નાણાકીય વર્ષ 2017-18માં જીડીપી ગ્રોથ દર 6.6 ટકા રહેવાનું અનુમાન રજૂ કરાયું છે. મોદી સરકાર માટે ત્રીજા કવાર્ટરનો જીડીપી ખુબ મહત્વનો બની રહેશે.બીજા કવાર્ટરમાં જીડીપી 6.5 ટકા હતો. હવે ઓકટોબરથી ડીસેમ્બર સુધીના ત્રીજા કવાર્ટરમાં જીડીપી વધીને 7.2 ટકા આવ્યો છે. તેનો આર્થ એ થાય કે ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે. આવનાર સમયમાં પણ ઈકોનોમીમાં વધુ સુધારો થઈ શકે છે. હાલમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઊર્જિત પટેલે છઠ્ઠી ધીરાણ નિતી વખતે એક નિવેદનમાં કહ્યું હતું કે ઈકોનોમીમાં સુધારો પ્રાથમિક સ્ટેજ પર છે, અને આપણે હજી વધુ સતર્ક રહેવાની જરૂર છે.