દુબઈ: દુબઈના પ્રખ્યાત બર્ઝ અલ અરબ હોટેલ ખાતે પ્રતિષ્ઠિત વર્લ્ડ હોમિયોપેથી સમિટ-2નું આયોજન કરવામાં આવ્યું હતું. બર્નેટ હોમિયોપેથી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલા આ આઆયોજનમાં એક જ સ્થળે હોમિયોપેથી જગતના પ્રખ્યાત લોકો સાથે જોવા મળ્યા. આ ઇવેન્ટમાં ભારત અને વિદેશથી આવેલા માન્યતા પ્રાપ્ત હોમિયોપેથી ડોક્ટરોની નોંધપાત્ર ભીડ જોવા મળી. હોમિયોપેથીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવા માટે વર્લ્ડ હોમિયોપેથી સમિટ-2નું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. નીતિશ દુબેની દ્રષ્ટિ અને નેતૃત્વએ આ સમિટને સફળ બનાવ્યું. હોમિયોપેથીના ભવિષ્ય, ચાલતા સંશોધનો અને જર્મનીમાં થનારા આગામી વર્લ્ડ હેલ્થ સમિટના રૂપરેખા વિશે વિશ્વભરના ડોક્ટરો સાથે અહીં ચર્ચા કરવામાં આવી. આ સમિટમાં ભારતના અનેક રાજ્યો ઉપરાંત 25 કરતાં વધુ દેશોના હોમિયોપેથી ડોક્ટરોને હોમિયોપેથીના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. ડૉ. નીતિશ દુબેેેએ જણાવ્યું, “હોમિયોપેથી ભારતની આધ્યાત્મિકતા અને જર્મનીનું વિજ્ઞાન છે. સાથે જ હું નક્કરપણે માનું છું કે ભારત હોમિયોપેથીમાં વૈશ્વિક નેતા બનવાના પથ પર છે.”