અમૃતસર: બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર ચઢીને એક વ્યક્તિ હથોડા મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. ત્યારબાદ યુવકે ત્યાં રાખેલા બંધારણને પણ આગ લગાવી હતી. જેને લઈને હોબાળો મચી ગયો છે. અમૃતસરથી સ્વર્ણ મંદિર જતા હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલ પાસેની આ ઘટના છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.આરોપીની ધરપકડ
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, FIR નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે એક વ્યક્તિ સ્ટીલની લાંબી સીડીનો ઉપયોગ કરીને હથોડી સાથે પ્રતિમા પર ચડતો જોઈ શકાય છે.
ભગવંત માને કરી ટીકા
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘આ ઘટના અત્યંત નિંદનીય છે અને કોઈને માફ કરવામાં આવશે નહીં. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે, તેને સખત સજા આપવામાં આવશે. કોઈને પણ પંજાબની ભાઈચારા અને એકતાને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’
ਸ੍ਰੀ ਅੰਮ੍ਰਿਤਸਰ ਸਾਹਿਬ ਦੀ ਹੈਰੀਟੇਜ ਸਟ੍ਰੀਟ ਵਿਖੇ ਬਾਬਾ ਸਾਹਿਬ ਭੀਮ ਰਾਓ ਅੰਬੇਡਕਰ ਜੀ ਦੀ ਮੂਰਤੀ ਨੂੰ ਤੋੜਨ ਦੀ ਘਟਨਾ ਬੇਹੱਦ ਨਿੰਦਣਯੋਗ ਹੈ ਤੇ ਕਿਸੇ ਨੂੰ ਵੀ ਇਸ ਘਟਨਾ ਲਈ ਬਖ਼ਸ਼ਿਆ ਨਹੀਂ ਜਾਵੇਗਾ। ਘਟਨਾ ਨੂੰ ਅੰਜਾਮ ਦੇਣ ਵਾਲਾ ਭਾਵੇਂ ਕੋਈ ਵੀ ਹੋਵੇ, ਉਸਨੂੰ ਸਖ਼ਤ ਤੋਂ ਸਖ਼ਤ ਸਜ਼ਾ ਮਿਲੇਗੀ। ਪੰਜਾਬ ਦੀ ਭਾਈਚਾਰਕ ਸਾਂਝ ਤੋੜਣ ਦੀ ਕਿਸੇ ਨੂੰ…
— Bhagwant Mann (@BhagwantMann) January 27, 2025
અમિત માલવિયાએ આ મામલે કેજરીવાલ પર સાધ્યું નિશાન
આ મામલે અમિત માલવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું, ‘એક તરફ સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ભારતીય બંધારણને સન્માન સાથે યાદ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પંજાબના અમૃતસરમાં એક વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની 30 ફૂટ ઊંચી પ્રતિમાને હથોડી વડે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.’
एक तरफ पूरे देश में बाबा साहब अंबेडकर को श्रद्धांजलि दी जा रही है और भारतीय संविधान को सम्मानपूर्वक याद किया जा रहा है, वहीं पंजाब के अमृतसर में एक व्यक्ति ने बाबा साहब अंबेडकर की 30 फीट ऊंची प्रतिमा को हथौड़े से क्षतिग्रस्त करने की कोशिश की।
चौंकाने वाली बात यह है कि यह घटना उस… pic.twitter.com/sUWMvwFxhQ
— Amit Malviya (@amitmalviya) January 26, 2025
અમિત માલવિયાએ વધુમાં કહ્યું હતું કે, ‘ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના પંજાબમાં બની છે, જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે. જે પોતાને બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના સમર્થક ગણાવે છે. દલિત સમાજના આ અપમાન માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર છે. જે સરકાર બાબા સાહેબ આંબેડકરને માન આપી શકતી નથી તેની પાસેથી દલિત સમાજના કલ્યાણની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?’
તેમણે કહ્યું કે, ‘દિલ્હીમાં પણ અરવિંદ કેજરીવાલે છેલ્લા 10 વર્ષમાં દલિત સમુદાયનું શોષણ કર્યું છે. તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના સન્માન અને અધિકારો માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.’