નવી દિલ્હીઃ બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ સોસાયટી (ઇન્ડિયા) દ્વારા 29થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન ITPO, હોલ નં. 12A, પ્રગતિ મેદાન, નવી દિલ્હીમાં 30મી આંતરરાષ્ટ્રીય પરિષદ અને પ્રદર્શન – BES EXPO 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમ Broadcast Intelligence Innovation: Make in India for the World”ની થીમ હેઠળ વૈશ્વિક નેતાઓ, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજિસ્ટ્સ, બ્રોડકાસ્ટર્સ અને ઇનોવેટર્સને એક મંચ પર લાવશે.
BES EXPO 2026 અંતર્ગત AI ઇમ્પેક્ટ સમીટ 2026 માટેની પ્રી-સમીટ ઇવેન્ટ પણ 29 જાન્યુઆરીએ યોજાશે, જેમાં મિડિયા અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની પરિવર્તનશીલ ભૂમિકા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
હાઇ પ્રોફાઇલ ઉદ્ઘાટન સત્ર
આ પરિષદનું ઉદ્ઘાટન માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવશે. તેમની સાથે વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણી નેતાઓ હાજર રહેશે. ઉદ્ઘાટન સત્રમાં ગૌરવ દ્વિવેદી, IAS (CEO, પ્રસાર ભારતી), સંજય જાજુ, IAS (સચિવ, માહિતી I&B મંત્રાલય)નાં સંબોધનો, શ્રીમતી કલ્લી પુરી (ઇન્ડિયા ટુડે ગ્રુપ) અને અનિલ કુમાર લાહોટી (ચેરમેન, TRAI)નાં મુખ્ય ભાષણો તેમ જ ડો. એલ. મુરુગન, રાજ્યમંત્રી (માહિતી અને પ્રસારણ)નું વિશેષ સંબોધન સામેલ રહેશે.
AI ઇમ્પેક્ટ સમિટ – પ્રી-સમિટ ઇવેન્ટ
AI પ્રી-સમિટમાં વૈશ્વિક મિડિયા ટેકનોલોજી પર AIના પ્રભાવની ચર્ચા કરવામાં આવશે. તેનું ઉદ્ઘાટન મુખ્ય ભાષણ એસ. કૃષ્ણન, IAS, સચિવ, MeitY દ્વારા આપવામાં આવશે. આ સેશન્સમાં AI આધારિત કન્ટેન્ટ સર્જન, ઓટોમેશન, વર્ચ્યુઅલ પ્રોડક્શન, ઓડિયન્સ એનાલિટિક્સ અને ભવિષ્ય માટે તૈયાર બ્રોડકાસ્ટિંગ વર્કફ્લોઝ પર ચર્ચા થશે. IIT બોમ્બે, AWS, AI4India, અમેગી, ગ્રાસ વેલી અને જિયોસ્ટાર સહિતની વૈશ્વિક સંસ્થાઓના નિષ્ણાતો ભાગ લેશે.
ત્રણ દિવસની વિસ્તૃત ચર્ચાઓ
BES EXPO 2026માં ત્રણ દિવસમાં કુલ 14 થિમેટિક સેશન્સ યોજાશે, જેમાં સામેલ છે:
* AI આધારિત ન્યૂઝરૂમ્સ અને પ્રોડક્શન વર્કફ્લોઝ
* ડિજિટલ રેડિયો રોડમેપ અને સ્પેક્ટ્રમની તૈયારી
* Direct-to-Mobile (D2M) બ્રોડકાસ્ટિંગ અને રાષ્ટ્રીય અખંડિતતા
* સ્માર્ટ મોબિલિટી માટેની નેક્સ્ટ જનરેશનની બ્રોડકાસ્ટ ટેકનોલોજી
* મિડિયા પ્રોડક્શનમાં ડ્રોન, રોબોટિક્સ અને ઓટોમેશન
* ક્લાઉડ અને વર્ચ્યુઅલાઇઝ્ડ બ્રોડકાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
* મલ્ટી-પ્લેટફોર્મ વિશ્વમાં મોનેટાઇઝેશન વ્યૂહરચનાઓ
* AI આધારિત કન્ટેન્ટની નૈતિકતા, નિયમન અને ગવર્નન્સ
* ડિઝાસ્ટર, સંઘર્ષ અને ઇમર્જન્સી દરમિયાન બ્રોડકાસ્ટિંગ
* AI, ક્લાઉડ અને IP વર્કફ્લોઝ માટે મિડિયા વ્યાવસાયિકોની કુશળતા વિકાસ
* મેક ઇન ઇન્ડિયા, વિશ્વ સહયોગ માટે તકો
આ પરિષદમાં વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, વૈશ્વિક ટેકનોલોજી નેતાઓ, મિડિયા એક્ઝિક્યુટિવ્સ, એકેડેમિક્સ, સંરક્ષણ નિષ્ણાતો અને નિયમનકારી સંસ્થાઓ ભાગ લેશે, જેનાથી બ્રોડકાસ્ટિંગના ભવિષ્ય પર વ્યાપક સંવાદ શક્ય બનશે.




