એશિયા કપ-2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મેચ વરસાદને કારણે સ્થગિત કરવામાં આવી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ રવિવારે 10 સપ્ટેમ્બરે પૂરી થઈ શકી નથી અને હવે તે રિઝર્વ ડે એટલે કે સોમવાર 11 સપ્ટેમ્બરે પૂરી થશે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી અને તેની ઈનિંગની 25મી ઓવરમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે મેચ રોકવી પડી હતી અને ફરી શરૂ થઈ શકી ન હતી. હવે સોમવારે ભારતીય દાવ 25મી ઓવરથી ફરી શરૂ થશે. ભારતે 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. કોલંબોમાં પહેલાથી જ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટમાં બીજી વખત ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થવાનો ખતરો હતો. આ આશંકાને કારણે એશિયન ક્રિકેટ કાઉન્સિલે એક વિચિત્ર નિર્ણય લીધો હતો અને સુપર-4 રાઉન્ડની આ મેચ માટે જ રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો હતો. આખરે આ ડર સાચો સાબિત થયો અને મેચ હવે રિઝર્વ ડે પર પૂર્ણ થશે.
On to the reserve day 🌧
India will resume their innings tomorrow as persistent rain has put a halt on proceedings 😯#AsiaCup2023 | #INDvPAK | 📝: https://t.co/01BrLxunr3 pic.twitter.com/sDwzdRGtuC
— ICC (@ICC) September 10, 2023
વરસાદ બંધ થયા પછી પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફે લાંબા સમય સુધી મેદાનને સૂકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ભીના ભાગને કારણે મેચ શરૂ થઈ શકી નહીં. અમ્પાયરોએ 7.30 અને 8 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કર્યું પરંતુ તે ભાગ સંપૂર્ણપણે સૂકો નહોતો. ત્યારપછી 8.30 વાગ્યે ઈન્સ્પેક્શન સમયે સ્થિતિ સારી જણાતી હતી અને 9 વાગ્યે મેચ શરૂ થવાની આશા હતી, પરંતુ ત્યાર બાદ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને આવી સ્થિતિમાં અમ્પાયરોએ મેચ શરૂ સ્થગિત કરીને બીજા દિવસે રમાડવાનો નિર્ણય કર્યો હતો.
India are off to a flyer courtesy an aggressive century stand between Rohit Sharma and Shubman Gill 👊#PAKvIND 📝: https://t.co/WN6S2KDntY pic.twitter.com/SMX62vcYgq
— ICC (@ICC) September 10, 2023
ગીલ-રોહિત વરસાદ પહેલા વરસી ગયા
રિઝર્વ-ડેના નિયમો અનુસાર મેચ બીજા દિવસે તે જ જગ્યાએથી શરૂ કરવામાં આવશે જ્યાં તે રોકાઈ હતી. એટલે કે ભારતીય ટીમ 24.1 ઓવર પછી રમવાનું શરૂ કરશે અને તેની ઈનિંગની આખી 50 ઓવર રમશે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ટીમની ઇનિંગની આગેવાની કરશે. રાહુલ 17 રન અને કોહલી 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ બંને પહેલા કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પાછલી નિષ્ફળતામાંથી બહાર નીકળીને પાકિસ્તાની ઝડપી બોલરોને ફટકાર્યા હતા. બંનેએ મળીને માત્ર 16.4 ઓવરમાં 121 રન ઉમેર્યા હતા. રોહિત 56 રન બનાવીને આઉટ થયો હતો અને ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો.