શું ભારતનું AI ચીના DeepSeekને પાછળ છોડી દેશે?

નવી દિલ્હી: ચેટજીપીટી નિર્માતા ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન બુધવારે ભારત પહોંચ્યા, ત્યારબાદ તેઓ નવી દિલ્હીમાં ભારત સરકારના કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા. અહીં, બંને વચ્ચે ભારતના AI ઇકોસિસ્ટમ બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર ચર્ચા થઈ.

આઇટી મંત્રીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ બેઠક વિશે માહિતી શેર કરી. સેમ ઓલ્ટમેને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરી. અશ્વિની વૈષ્ણવે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે ભારત પણ પોતાનું AI મોડેલ વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે.

ગયા અઠવાડિયે એક પ્રેસ કોન્ફરન્સમાં આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતના AI મિશન વિશે વાત કરી હતી. મંત્રીએ કહ્યું કે ભારત પોતાના મોટા ભાષા મોડેલ (LLM) પર કામ કરી રહ્યું છે અને તે 10 મહિનામાં તૈયાર થઈ જશે.