રાખી સાવંત પર હુમલા મામલે આદિલ દુર્રાનીની ધરપકડ!

રાખી સાવંતે તેના પતિ આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આદિલને કસ્ટડીમાં લીધો હતો. આદિલને પકડીને મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. રાખીએ આરોપ લગાવ્યો હતો કે આદિલે તેની પાસેથી પૈસા અને જ્વેલરી છીનવી લીધી હતી. રાખીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે બિગ બોસ મરાઠીમાં સ્પર્ધક તરીકે ગઈ હતી ત્યારે આદિલે તેના પૈસાનો દુરુપયોગ કર્યો હતો. જ્યારે આદિલને તેની  માતાનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું. રાખીની માતાનું 29 જાન્યુઆરીએ અવસાન થયું હતું. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહી હતી.

રાખી સાવંતની ફરિયાદ બાદ પોલીસ આદિલ ખાન દુર્રાનીની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી રહી છે. પોલીસે આદિલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને 420 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે હજુ સુધી તેની ધરપકડ કરી નથી. રાખીએ તેની માતાના મૃત્યુ માટે આદિલને પણ જવાબદાર ગણાવ્યો છે. તેણે કહ્યું કે આદિલ તેની માતાના મૃત્યુ માટે જવાબદાર છે કારણ કે તેણે તેની સર્જરી માટે સમયસર પૈસા ચૂકવ્યા ન હતા.

રાખી સાવંતે એક નિવેદન જાહેર કર્યું છે

રાખી સાવંતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર મીડિયા સ્ટેટમેન્ટ જારી કર્યું છે. તેણીએ કહ્યું કે તે આ મામલાને ઉકેલવા સ્ટેશને પણ પહોંચી રહી છે. આદિલને મળવા ઘરે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે એક મીડિયા નિવેદનમાં કહ્યું, “યે કોઈ મીડિયા યે નાટક હૈ નહિ હૈ. તેણે મારું જીવન બરબાદ કરી દીધું છે. કુરાન પર હાથ રાખીને પણ તેણે મને માર્યો, મારા પૈસા લૂંટ્યા. તેણે મારી સાથે છેતરપિંડી કરી.

રાખી સાવંતે પોલીસને પુરાવા આપ્યા

રાખી સાવંતે કહ્યું કે તેણે સત્ય જાણવા માટે પોલીસને તમામ પુરાવા આપ્યા છે. આટલું જ નહીં, રાખીએ ગયા અઠવાડિયે મીડિયા સમક્ષ ખુલાસો પણ કર્યો હતો કે આદિલનું કોઈની સાથે એક્સ્ટ્રા-મેરિટલ અફેર હતું. થોડા કલાકો પહેલા તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આદિલ સાથેની તેની તસવીર પણ શેર કરી હતી. તેણે તાજેતરમાં આદિલની કથિત ગર્લફ્રેન્ડનું નામ પણ જાહેર કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]